Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

દૌસામાં લાંચ કેસમાં ફસાયેલા મહિલા કર્મીના જજ સાથે લગ્ન

૧૦ દિવસના જામીન પૂર્ણ થયા બાદ જેલમાં : આરએએસ પિંકી મીણાએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસના નિર્માણમાં કથિતરીતે ૧૦ લાખની માગણી કરી હતા

દોસા, તા. ૨૧ : લાંચ કેસમાં સસ્પેન્ડ થયેલા ઇછજી પિંકી મીણાના લગ્ન થઈ ગયા છે. આ સાથે જ તેમના જામીનનો સમય પણ પૂરો થઈ ગયો. એવામાં રવિવારે પિંકી મીણાને પાછા જેલમાં જવું પડશે. ઉલ્લેખનીય છે કે દૌસા લાંચકાંડમાં આરોપી પિંકી મીણા છેલ્લા દોઢ મહિનાથી સતત ચર્ચામાં છે. હકીકતમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે નિર્માણ કંપનીના કર્મચારી પાસેથી ૧૦ લાખની લાંચની માગણી કરવાના આરોપમાં છઝ્રમ્એ ૧૩ જાન્યુઆરીએ પિંકી મીણાની ધરપકડ કરાઈ હતી. મહિલા અધિકારીએ જેલમાંથી લગ્ન માટે જામીનની અરજી કરી હતી, જેને ACBએ ફગાવી દીધી હતી. આ બાદ તેમને રાજસ્થાન હાઈકોર્ટમાં જયપુર બેંચ દ્વારા લગ્ન માટે ૧૦ દિવસના જામીન અપાયા હતા. આ દરમિયાન પિંકી મીણાએ ૧૬ ફેબ્રુઆરીએ દૌસાના બસાવામાં રહેતા જજ સાથે લગ્ન કર્યા. હવે તેમના જામીન પૂરા થઈ જતા ફરીથી તેમને જેલમાં જવું પડશે.

જાણકારી મુજબ, પિંકી મીણા રવિવારે બપોર સુધીમાં સરેન્ડર કરી શકે છે. જેલના અધિકારીઓ સમક્ષ સરેન્ડર કર્યા બાદ પિંકી મીણાને જેલમા જવું પડશે. અહીં જ આગળ લાંચકાંડના આ કેસની સુનાવણી થશે.

તમને જણાવી દઈએ કે પિંકી મીણાના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા છે. સોશિયલ મીડિયા પર લગ્ન સ્થળની કેટલીક તસવીરો વાઈરલ થઈ રહી છે. તસવીરોમાં પિંકી મીણાના લગ્નનું આયોજન ભવ્ય વૈભવી કરાયુ હતું. આ લગ્નમાં મહેમાનો માટે લક્ઝરી સુવિધાઓને લઈને ચર્ચા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પિંકી મીણાના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. આ પાછળનું કારણ છે લગ્નના કાર્ડમાં આપેલા બે ખાસ મેસેજ. જેમાં પહેલો મેસેજ હતો, '૨ ફૂટનું અંતર માસ્ક છે જરૂરી, તમામ કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું પાલન કરે અને માસ્ક લગાવીને આવે.' આ જ કાર્ડમાં મહેમાનોને અન્નનો બગાડ ન કરવા માટે પણ સૂચન અપાયું હતું.

પિંકી મીણાની લગ્નની ઔપચારિકતા પૂરી કર્યા બાદ સાસરીમાં વિદાઈ થઈ ગઈ છે. પરંતુ ૨૧મી ફેબ્રુઆરીએ લગ્નના માત્ર ૪ દિવસ બાદ જ તેમને ફરીથી જેલમાં સરેન્ડર કરવું પડશે. એવામાં લગ્નના ૪ દિવસમાં જ જેલમાં જવું પડે એમ હોવાથી આ વાતની પણ ચર્ચા થઈ રહી છે.

(12:00 am IST)