Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટનાં ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલનાં પત્ની, પુત્રી અને સાળાનું ઢસા- રંઘોળા નજીક માર્ગ અકસ્માતમાં અવસાનઃ પાંડેરિયા ગામે પ્રસંગમાં ગયા હતા : રાજકોટ પરત ફરતી વેળાએ તેમની અલ્ટો કાર એક આયશર સાથે અથડાઈ : ઘટના સ્થળે જ ત્રણેયએ છેલ્લાં શ્વાસ લીધા: રાજકોટ ગ્રામ્ય પ્રાંત દેસાઈ અને જસદણ ડેપ્યુટી કલેકટર પહોંચ્યા

રાજકોટનાં ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલનાં પત્ની, પુત્રી અને સાળાનું ઢસા- રંઘોળા  નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે, આ અકસ્માત રંઘોળાથી ત્રણ કી,મી દૂર થયો હોવાનું જાણવા મળે છે , પાડેરિયા ગામે પ્રસંગમાં ગયા હતા બાદમાં રાજકોટ પરત ફરતી વેળાએ તેમની અલ્ટો કાર એક આયશર સાથે અથડાઈ હતી આ અકસ્માત  ઘટના સ્થળે જ ત્રણેયએ છેલ્લાં શ્વાસ લીધા હતા,આ અક્સમાતની જાણ થતા રાજકોટ ગ્રામ્ય પ્રાંત દેસાઈ અને જસદણ ડેપ્યુટી કલેકટર પણ દોડી ગયા છે

બોટાદ જિલ્લાના  ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના ડેપ્યુટી કલેકટર  ચરણસિંહ ગોહિલના પત્ની, પુત્રી અને સાળાના મોત થયા છે. પ્રસંગમાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

            રાજકોટના ડેપ્યુટી કલેકટરના પત્ની ચેતનાબેન ચરણસિહ ગોહિલ,  પુત્રી ગરીમા ચરણસિહ ગોહિલ 

અને સાળા ધનજયસિહ ચુડાસમા ના   મોત થયા છે

         માંડવા - ઢસા વચ્ચે ભાવનગર રોડ પર આવેલ બ્રિજ પર સર્જાયો કાર અને આઇસર વચ્ચે અકસ્માત 

સર્જાયો હતો મૃતકોના મૃતદેહોને પીએમ માટે ગઢડા હોસ્પિટલ ખસેડેલ છે

       ઘટનાની જાણ થતાં ગઢડા મામલતદાર, પીએસઆઈ, ડેપ્યુટી કલેકટરો, રાજપુત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગઢડા હોસ્પિટલ દોડી આવ્યા હતા.

 

(12:00 am IST)