Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાડુઆત પણ સરળતાથી તેમનું આધાર કાર્ડ અપડેટ કરી શકે :એડ્રેસ પ્રુફને લઈને થતી મુશ્કેલી થશે દૂર : જાણો સરળ પ્રોસેસ

ભાડે રહેતા લોકો પણ સરળતાથી તેમનું આધાર કાર્ડ અપડેટ કરી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ ભાડેથી બીજા શહેરમાં રહે છે, ત્યારે એડ્રેસ પ્રુફને લઈને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભાડે રહેતા લોકો માટે આધારમાં એડ્રેસ અપડેટ કરાવવું અથવા તો તેનો ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ હતું.

આવી સ્થિતિમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ આધાર કાર્ડમાં સરનામુ બદલવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પો રજૂ કર્યા છે.

જેના દ્વારા તમે તમારું સરનામુ બદલી શકો છો. હવે ભાડા પર રહેતા લોકો પણ તેમના સરનામાને સરળતાથી અપડેટ કરી શકે છે. એડ્રેસઅપડેટ માટે ભાડુઆત પાસે રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ હોવું જરૂરી છે.

આધારમાં રેન્ટ અગ્રીમેન્ટ અપડેટ કરવાની પ્રોસેસ

 આધારમાં તમારું રેન્ટ અગ્રીમેન્ટ બદલવા તમારે તમારાં રેન્ટ અગ્રીમેન્ટને પહેલાં સ્કેન કરવું પડશે. ત્યારબાદ તે ડોક્યૂમેન્ટની PDF બનાવી આધારની વેબસાઇટ પર અપડેટ કરવાનું રહેશે.

  • આ રીતે આધાર કાર્ડમાં અડ્રેસ અપડેટ કરો
  • સૌ પ્રથમ, તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
  • ત્યારબાદ હોમપેજ પર જોવા મળતા અડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઇન) પર ક્લિક કરો.
  • નવી વિન્ડોમાં અપડેટ અડ્રેસ પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ નંબર દાખલ કરો અને લોગ ઈન કરો.
  • ત્યારબાદ તમને મોબાઇલ પર OTP (વન ટાઇમ પાસવર્ડ) મળશે.
  • OTP દાખલ કરો અને પોર્ટલ પર જાઓ.

 

તમારું રેન્ટ એગ્રીમેન્ટ રજીસ્ટર થયેલું હોવું જોઈએ. જો તમારો ભાડા કરાર રજીસ્ટર નહીં હોય તો યુઆઈડીએઆઇ રિજેક્ટ કરશે.

ભાડા કરાર તમારા નામે હોવો જોઈએ. એટલે કે ભાડાનો કરાર એ વ્યક્તિના નામે હોવો જોઈએ, જેનું સરનામું આધાર કાર્ડ પર અપડેટ કરવાનું છે. જીવનસાથી, માતાપિતા અથવા બાળકોના નામે ભાડાનો કરાર હોવો જોઈએ નહીં.

ઓફલાઈન એડ્રેસ અપડેટ કરવા માટે તમારે અપડેશન ફોર્મ ભરવું પડશે. પછી તેમાં જરૂરી વિગતો ભરીને સરનામાને અપડેટ કરો. આમાં તમારે આધારકાર્ડ, પાનકાર્ડ, ભાડા કરાર, મતદાર ઓળખકાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકોપી આપવાની રહેશે. અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.

(12:00 am IST)