Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

બિહારમાં ગુંડાઓના આતંકનો નગ્ન નાચ

વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી ફિલ્મીઢબે ખદેડી સરાજાહેર રોડ ઉપર ગોળી મારી

પટણા (બિહાર) તા. ૨૨ : બિહારના પાટનગરમાં બિન્દાસ્ત બનેલા ગુંડાઓએ સરેઆમ ગોળીબાર કરી એક વિદ્યાર્થીને જાહેર રોડ ઉપર ગોળી મારી ફરાર થઇ ગયાની ઘટનાએ દેશભરમાં ખળભળાટ સર્જયો છે.

બહાર આવતી વિગતો મુજબ ગુંડાઓએ અહિંની સૈદપુર હોસ્ટેલ પાસે ગોળીબાર કર્યા જેમાં ટંડન નામના વિદ્યાર્થીને ગોળી લાગતા ઉમા હોસ્પિટલમાં લઇ ગયા છે.

પોતાના વર્ચસ્વ માટે આ ફાયરીંગ થયાનું ચર્ચાય છે. વિદ્યાર્થીઓમાં ભારે ભયનો માહોલ છે. ચારેબાજુ પોલિસ ગોઠવાઇ ગઇ છે.

જાણે પોલીસ કે કાનૂનનો કોઇ ડર ન હોય તેમ વિદ્યાર્થીને બહાર કાઢી સડકની વચ્ચોવચ્ચ ગોળી મારતા આ વિદ્યાર્થી સડક ઉપર જ ઢળી પડયો હતો.

ફિલ્મીઢબે સર્જાયેલ આ ઘટના બાદ લોકો દોડી આવેલ અને હોસ્પિટલે ખસેડેલ, પોલિસને જાણ કરાતા દોડી આવેલ પણ ખૂની હુમલો કરનાર નાસી છૂટેલ.

(10:26 am IST)