Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

દક્ષિણ ભારતમાં જવા આવવા વધુ બે સાપ્તાહિક સ્પે. ટ્રેનની સુવિધા રેલવેએ ઓખા-તુતીકોરીન અને પોરબંદર-કોચુવેલી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો

રાજકોટ :મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે રેલવેએ ઓખા-તુતીકોરીન અને પોરબંદર-કોચુવેલી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૦૯૨૬૨/૦૯૨૬૧ પોરબંદર - કોચુવેલી - પોરબંદર વિશેષ સાપ્તાહિક ટ્રેન પૈકી નંબર ૦૯૨૬૨ પોરબંદર- કોચુવેલી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન પોરબંદરથી તા. ૨૫ ફેબ્રુ.થી દર ગુરુવારે સાંજે ૧૮-૪૦ વાગ્યે ઉપડશે અને શનિવારે બપોરે ૨૫-૦૫ વાગ્યે કોચુવેલી પહોંચશે.

 આવી જ રીતે ટ્રેન નંબર ૦૯૨૬૧ કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ તા. ૨૮ ફેબ્રુ.થી દર રવિવારે સવારે ૧૧.૧૦ વાગ્યે કોચુવેલીથી ઉપડશે અને મંગળવારે સવારે ૭-૨૫ વાગે પોરબંદર પહોંચશે.

આ ટ્રેન જતા આવતા બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, કારવર, ઉડુપી, મંગલોર, કસરાગોદ, કન્નુર, કોઝિકોડ, તિરુર શોરનુર, થ્રિસુર, એર્નાકુલમ, અલાપ્પુઝા, કયાનકુલમ અને કોલ્લમ સ્ટેશનો પર રોકાશે. જ્યારે ટ્રેન નંબર ૦૯૫૬૮/૦૯૫૬૭ ઓખા - તુતીકોરીન સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન પૈકી નંબર ૦૯૫૬૮ ઓખા- તુતીકોરિન સ્પેશિયલ તા. ૨ એપ્રિલથી દર શુક્રવારે મધરાતે ૦૦.૫૫ કલાકે ઓખાથી ઉપડશે અને રવિવારે સવારે ૦૪.૪૫ કલાકે તુતીકોરિન પહોંચશે વળતા ટ્રેન નંબર ૦૯૫૬૭ તુતીકોરિન-ઓખા સ્પેશિયલ તા. ૪ એપ્રિલથી દર રવિવારે રાત્રે ૨૨.૦૦ વાગ્યે તુતીકોરીનથી ઉપડશે અને બુધવારે વહેલી સવારે ૦૩.૩૫ વાગ્યે ઓખા પહોંચશે.

 આ ટ્રેન જતા આવતા બંને વખત દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુના, સોલાપુર, કલાબુરાગી, વાડી, રાયચુર, મંત્રાલયમ રોડ, અદોની, ગુંટકલ, અનંતપુર, ધર્મવરમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ, બાંગારપેટ, સાલેમ, ઇરોડ, કરુર, ડિંડીગુલ, મદુરાઈ, વિરુદુનગર અને સાતુલ સ્ટેશન પર અટકશે. ટ્રેન નંબર -૦૯૫૬૮ નો વધારાનો સ્ટોપ ખંભાળીયા સ્ટેશન પર રહેશે અને ટ્રેન નંબર -૦૯૫૬૭ નો વધારાનો સ્ટોપેજ યેલહંકા અને કોવિલપટ્ટી સ્ટેશનો પર હશે. ટ્રેન નંબર ૦૯૫૬૮ અને ૦૯૨૬૨ માં ટિકિટનું બુકિંગ ૨૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

(12:00 pm IST)