Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

શ્રીનગરના નૌગામ સ્ટેશન નજીક સંદિગ્ધ બેગમાંથી IED મળ્યો : વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ

આતંકીઓનું આઈઈડી દ્વારા વિનાશ વેરવા ષડયંત્ર : પોલીસ અને સુરક્ષા દળો તેમની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સજ્જ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કેહનિમા-નૌગામ સ્ટેશન નજીક રેલ્વે ક્રોસિંગ પર શંકાસ્પદ બેગમાંથી IED મળી આવ્યો છે. આ સમયે સુરક્ષા દળો ઘટના સ્થળ પર હાજર છે, આ વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

 કાશ્મીરમાં કોરોના બાદ આજે રેલ્વે સેવાઓ શરૂ થવાની છે, આવી સ્થિતિમાં આજે રેલ્વે ક્રોસિંગની નજીક IED મળી આવતા આતંકવાદીઓની નાપાક યોજનાને તરફ ઈશારો કરે છે. એક અધિકારીએ કહ્યું કે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તેમની વ્યૂહરચના બદલી છે, તેઓ IED દ્વારા વધુ વિનાશ કરવા માંગે છે પરંતુ પોલીસ અને સુરક્ષા દળો તેમની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

   જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં મળી આવેલા શક્તિશાળી સોફિસ્ટિકેટેડ વિસ્ફોટક ઉપકરણ (આઈઈડી) કેસમાં પોલીસે આતંકી સંગઠન અલ બદર સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ કરી હતી. 13 ફેબ્રુઆરીએ પોલીસે જમ્મુના બસ સ્ટેશન વિસ્તારમાંથી એક નર્સિંગ વિદ્યાર્થી પાસેથી લગભગ સાત કિલોગ્રામ IED મળી આવ્યો હતો. આ જપ્તી સાથે પોલીસે પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર ગીચ વિસ્તારમાં વિસ્ફોટના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.

  જમ્મુ ડિવિઝનના પોલીસ મહાનિરીક્ષક મુકેશ સિંહે જણાવ્યું કે, પોલીસે જમ્મુ બસ સ્ટેન્ડ નજીક સોહેલ બશીર શાહ પાસેથી IED મળી આવતા કેસમાં રાહુ હુસેન ભટ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ભટ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના બેટબેગ હનીપુરા ગામનો રહેવાસી છે. સિંહે કહ્યું, “તે આતંકવાદી સંગઠન અલ બદર સાથે સંકળાયેલો છે. તે આતંકવાદી સંગઠનને પરિવહન સુવિધા પ્રદાન કરવાના કાવતરામાં સામેલ છે. જમ્મુમાં IED વિસ્ફોટ કાવતરું ચલાવવા માટે તે તેના પાકિસ્તાની અધિકારીઓ સાથે સીધો સંપર્કમાં હતો

(12:20 pm IST)