Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મેડીકલ ટુરીઝમ માટે મહત્વ પુર્ણ દેશ તરીકે ભારત વિશ્વના નકશા પર

૧૦ વર્ષમાં ૩૪.પ૮ લાખ વિદેશીઓ સારવાર માટે આવ્યાઃ એશિયામાં ભારત નંબર વન

નવી દિલ્હી તા. રરઃ ભારત મેડીકલ ટુરીઝમના મહત્વના કેન્દ્ર તરીકે બહાર આવ્યું છે. પ્રવાસન મંત્રાલય અનુસાર ર૦૦૯ થી ર૦૧૯ દરમ્યાન દેશમાં સારવાર માટે આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૩૪,પ૮,૭૩૭ નોંધાઇ હતી. આમ જોવા જઇએ તો રોજના સરેરાશ ૮૬૧ વિદેશી પ્રવાસીઓ સારવાર માટે ભારત આવ્યા હતા.

કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું કે મેડીકલ ટુરીઝમ માટે ભારત સૌથી પસંદગીના સ્થળોમાંથી એક છે, કેમ કે આપણે ત્યાં એલોપથી ક્ષેત્રમાં સારી મેડીકલ સુવિધાઓ, આરોગ્ય કર્મચારીઓ અને અપેક્ષા કરતા ઓછો વેઇટીંગ ટાઇમની સાથે સાથે યોગ-આયુર્વેદ સહિતના અન્ય પારંપારિક ઉપચારો પણ છે. મેડીકલ ટુરીઝમના હિસાબે ભારત એશિયામાં ટોચના સ્થાને છે. જો કે સિંગાપુર, જાપાન, ચીન સાથે થાઇલેન્ડમાં પણ સારવાર માટે મોટી સંખ્યામાં વિદેશીઓ આવતા હોય છે.

(3:50 pm IST)