Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મોઢાની સ્વચ્છતા જાળવવાથી કોરોનાની તિવ્રતા ઘટાડવામાં સહાય મળે

લંડન,તા. ૨૨: મોઢાની સામાન્ય સ્વચ્છતા જાળવવાથી કોરોનાવાઇરસ સામેની લડતમાં મદદ મળતી હોવાનો દાવો 'ઓરલ મેડિસિન એન્ડ ડેન્ટલ રિસર્ચ'જર્નલમાં કરાયો હતો.

સિવીઅર એકયુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાઇરસ-ટૂને નિષ્ક્રિય કરવામાં અનેક માઉથવોશ અને મોઢાના સ્વાસ્થ્યને લગતી સામાન્ય આદત મહત્ત્વનો ભાગ ભજવતી હોવાનો દાવો કરાયો હતો.

સંશોધનકારોના મત મુજબ કોરોનાવાઇરસ મોઢામાંની લાળ સાથે ફેફસાંમાં અને રકતવાહિનીમાં પ્રવેશી શકે છે.

તેઓએ દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ ફેફસાંના એરવેઝને બદલે રકતવાહિનીઓને પહેલાં અસર કરે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે લોકોને દાંતમાં બાઝતી છારી દૂર કરવાથી અને મોઢાની અન્ય સ્વચ્છતા રાખીને કોરોનાવાઇરસ સામેની લડતમાં લાભ થાય છે.

(10:25 am IST)