Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મરઘીએ ઇંડા આપવાનું બંધ કરતાં પોલ્ટ્રી ફાર્મના માલિકે પોલીસને કરી ફરિયાદ

પુણે,તા. ૨૨:  એક ફર્મ દ્વારા બનાવાયેલો ખોરાક ખાધા બાદ મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરતાં પોલ્ટ્રી ફર્મના માલિકે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જોકે ફર્મ દ્વારા આ અંગે ભરપાઇ આપવાની તૈયારી દાખવવામાં આવ્યા બાદ કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નહોતી. ફરિયાદી સહિત આ વિસ્તારના અન્ય ચાર પોલ્ટ્રી ફાર્મના માલિકોએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આથી તેમણે પોલીસને ફરિયાદ કરી હતી. ઔરંગાબાદ ખાતેની કંપની પાસેથી તેણે મરઘીઓનો ખોરાક ખરીઘો હતો. ફરિયાદીએ અરજીમાં કહ્યું હતું કે ખોરાક ખાધા બાદ પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરી દીધું હતું. આ મામલે અહમદનગરના બ્લોક લેવલના પશુપાલન અધિકારીનો અમે સંપર્ક સાધ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે અમુક વખત અમુક પ્રકારનો ખોરાક મરઘીને અનુકૂળ જણાતું નથી અને તે ઇંડાં આપવાનું બંધ કરી દે છે, એવું ઘણી વખત જોવા મળે છે. ભૂતકાળમાં પણ મરઘીને રોજ ખોરાક અપાતો હોય તેની જગ્યાએ નવો ખોરાક આપવામાં આવે તો તે ઇંડાં આપવાનું બંધ કરી દે એવી ઘટના બની છે. બાદમાં મરઘીને ફરી જૂનો ખોરાક અપાતા તે ફરી ઇંડાં આપવા લાગે છે, એમ અધિકારીએ કહ્યું હતું.

(10:25 am IST)