Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

પશ્ચિમ બંગાળમાં એક મેડિકલ કોલેજમાં કોવિડ વોર્ડને પોલિંગ બૂથમાં બદલી નાખ્યું

કોરોના સંક્રમિત થવાનો ખતરો લાગતા લોકોએ પ્રદર્શન કર્યું :તંત્રએ સૅનેટાઇઝ કરાવ્યું

કોલકતા : કોરોનાની બીજી લહેરની હાહાકારની વચ્ચે પશ્ચિમ બંગળામાં ચાલૂ વિધાનસભા ચૂંટણી પર પહેલાથી જ સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં આ રાજ્યથી એક મોટી બેદરકારી સામે આવી રહી છે. રાજ્યમાં આજે છઠ્ઠા ચરણનું મતદાન થઈ રહ્યું છે અને આ માટે રાયગંજના એક મેડિકલ કોલેજમાં કોવિડ વોર્ડને પોલિંગ બૂથમાં બદલી નાંખવામાં આવ્યું છે. આનાથી ગુસ્સે ઈન્દિરા કોલોનીના સ્થાનીય લોકોએ બુધવારે વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતું

પ્રદર્શનકારી સ્થાનીક લોકોનું કહેવું છે કે કોવિડ વોર્ડને પોલિંગ બૂથ બનાવવાથી તેમના કોરોના સંક્રમિત થવાનો ખતરો છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમે અમારો વોટ નથી નાંખી શકતા કેમ કે આ અસુરક્ષિત છે. અમને નથી ખબર કે આ જગ્યાને સેનેટાઈઝ કરવામાં આવી છે કે નહીં. અમે અંદર નહીં જઈએ. અમારી ઉપર પરિવારની જવાબદારી છે. સરકાર કોવિડ 19 નિયમોને લઈને ભાષણ આપી રહ્યા છે અને પાછા અમને આવી જગ્યાઓ પર મતદાન કરાવી રહ્યા છે. અમને નવુ બૂથ જોઈએ.

સ્થાનીય નિવાસીઓએ વિરોધમાં અનેક કલાકો સુધી રસ્તો બ્લોક કરી રાખ્યો. પ્રદર્શન વધતુ જોઈ પ્રશાસને બુથને સેનેટાઈઝ કરાવ્યું હતું

 અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ 24 કલાકની અંદર કોરોના વાયરસના 10 હજાર 784 નવા મામલા આવ્યા છે. ત્યારે 5 હજાર 616 દર્દી સાજા થઈ ગયા છે. કોરોનાના કારણે આ દરમિયાન 58 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યોમાં હાલ કોરોનાના 63 હજાર 496 એક્ટિવ મામલા છે

(10:59 am IST)