Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રોલ કેમેરા, એકશન જેવા અવાજો ફરીથી ગુંજશે કાશ્મીરમાં

બોલીવુડના ઘણાં પ્રોડકશન હાઉસની ટીમો કાશ્મીરમાં શુટીંગની શકયતાઓ જોવા ચક્કર મારી રહી છે

જમ્મુઃ કાશ્મીરમાં ફરીથી કેમેરા, રોલીંગ, એકશન જેવા અવાજો ગુંજવાના છે. આના માટે કેટલાય પ્રોડકશન હાઉસની ટીમો કાશ્મીરની મુલાકાત પણ લઇ ચૂકી છે અને ટુંક સમયમાં કેટલીય ફિલ્મોનું શુટીંગ ચાલુ કરવાનુ આશ્વાસન આપી રહયા છે. એટલું જ નહીં કેન્દ્રશાસન જમ્મુ કાશ્મીરની પ્રસ્તાવિત ફિલ્મ નીતિમાં રાજયના બધા ૨૦ જીલ્લામાં ઉપલબધ ફિલ્મ શુટીંગ લાયક સ્થળોને સામેલ કરવામાં આવશે. બધા જીલ્લા કલેકટરોને પોતાના કાર્યક્ષેત્રમાં આવા સ્થળોની સંપૂર્ણ માહિતી જમા કરાવવાનું કહેવાયુ છે. કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીર પ્રદેશને દેશ અને દુનિયાનું વિખ્યાત શુટીંગ સ્થળ બનાવવા અને ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજય સરકાર એક ફિલ્મ નીતિ બનાવવા જઇ રહી છે.

ઉપરાજયપાલ મનોજ સિંહા આ મહિનાના અંત સુધીમાં ફિલ્મ નીતિની જાહેરાત કરી શકે છે. પ્રસ્તાવિત નીતિનો  મુદો લગભગ તૈયાર થઇ ચૂકયો છે. હવે તેમાં એવી જગ્યાઓને સામેલ આલ્બમોની શુટિંગ થઇ શકે તેમ છે.

કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ ઓછી થઇ છે પણ ખતમ નથી થઇ. સુરક્ષા દળો અનુસાર, આજે પણ ૨૫૦ થી ૩૦૦ આતંકવાદી કાશ્મીરમાં છે અને આ ચિંતાને ધ્યાનમાં રાખીને પણ ફિલ્મ પ્રોડકશન હાઉસો કાશ્મીરને ફરીથી રૂપેરી પડદે લાવવા રાજી છે કેમ કે છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય લોકેશનો પર કોરોનાના કારણે શુટીંગ ન કરી શકવાના કારણે હવે બોલીવુડ કાશ્મીર તરફ મોઢું કર્યુ છે. આતંકવાદ દરમ્યાન તેમના પગલા હિમાચલ તરફ વળ્યા હતા પણ તેમને હિમાચલ કરતા કાશ્મીર વધારે સુંદર લાગે છે.

(11:43 am IST)