Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દિલ્હી હાઇકોર્ટ આકરા પાણીએ: કેન્દ્ર સરકારને આડે હાથે લીધી, કહ્યું કે, ભીખ માગો, ઉધાર લ્યો, ચોરી કરો પણ દર્દીઓને ઓક્સિજન આપો: અમે દર્દીઓને મરતા જોઈ ન શકીએ: શુ જરાય માનવતા નથી બચી? શું સરકાર માટે માનવ જિંદગીની કોઈ કિંમત નથી ? સરકાર વાસ્તવિકતા જોતી નથી એ જાણીને દુઃખ થાય છે: દિલ્હી હાઇકોર્ટ : ભારતે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો: એક જ દિવસમાં ૩.૧૪ લાખ નવા કેસ અને ૨૧૦૪ મોત: રાજકોટની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભયાનક અછત સર્જાઈ: ચાર વાગ્યા સુધીમાં જથ્થો નહીં મળે તો કલ્પનાતીત સ્થિતિ સર્જાવાનો મોટો ભય: રાજકોટને અપાતો જથ્થો બીજે ડાયવર્ટ થયાની ચર્ચા

(1:03 pm IST)