Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ઓકસીજન-દવાની અછતના અહેવાલોથી સુપ્રિમ કોર્ટ લાલઘુમ

કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીઃ રાષ્ટ્રીય કટોકટી જેવી સ્થિતિ હોવાનું જણાવ્યું: માંગ્યો નેશનલ પ્લાન : કોર્ટે સરકાર પાસે કુલ ૪ બિંદુઓ મામલે માંગ્યો છે જવાબઃ વધુ સુનાવણી કાલે થશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની અત્યંત વિકટ પરિસ્થિતિ પ્રવર્તી હોવાથી તેમજ દવાઓ અને ઓકસીજનની અછતને લઇને લોકોના મચેલા હાહાકારને જોઇને સુપ્રીમ કોર્ટ સુઓ મોટોસેશાન લઇને કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે કોર્ટે કહયું છે કે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે. તેમજ કડક વલણ અપનાવીને કોર્ટે કેન્દ્રને પુછયું છે કે તેમની પાસે કોવીડ-૧૯ને માત આપવા માટે એકશન પ્લાન શું છે?

સુપ્રીમ કોર્ટે ચાર મહત્વના મુદા પર કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન રજુ કરવા કહયું છે. તેમાં પહેલા ઓકસીજનની સપ્લાય, બીજુ દવાઓની સપ્લાય, ત્રીજુ વેકસીન આપવાની રીત અને ચોથુ લોકડાઉન કરવાનો અધિકાર ફકત રાજય સરકારને હોય, કોર્ટને નહી હવે આ અંગેની વધુ સુનાવણી ર૩ એપ્રિલે થશે.

સુપ્રિમ કોર્ટે કહયું કે આ અંગે છ અલગ-અલગ હાઇકોર્ટે આ વાતને ધ્યાનમાં લીધી છે. તેથી કન્ફયુઝન અને ડાયવર્ઝનની સ્થિતિ છે. દિલ્હી, બોમ્બે, સિક્રિમ, કલકતા, ઇલાહાબાદ અને ઓડીશા-૬ હાઇકોર્ટમાં કોરોના સંકટ પર સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની બેચે કહયું કે તે કર્ફયુઝન અને ડાયર્વન કરી રહી છે એક હાઇકોર્ટને લાગે છે કે તે તેમના અધિકાર ક્ષેત્રમાં પ્રાથમીકતા છે. એકને લાગે છે કે તેનો અધિકાર ક્ષેત્ર છે.

ઇલાહાબાદ હાઇકોર્ટના લોકડાઉનવાળા આદેશનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે કહયું કે તે કોર્ટ ઇચ્છતી નથી કે હાઇકોર્ટ એવા આદેશ પસાર કરે સીજીઆઇ એસ.એ.બોબડે કહયું અને રાજય સરકારોની પાસે લોકડાઉનનું એલાન કરવાની ક્ષમતા રાખવા માંગે છે. ન્યાયપાલીકા દ્વારા તેનો ઉપયોગ કરવો જોઇએ નહી.

કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ચાર મુદા પર જવાબ માંગ્યા છે. કેન્દ્રએ કહયું છે કે સરકાર ઓકસીજન સપ્લાય, જરૂરી સેવાઓની સપ્લાય, રસીકરણની પ્રક્રિયા અને લોકડાઉન લગાવાનો અધિકાર ફકત રાજય સરકારને હોય, કોર્ટને નહી તે અંગે જવાબ રજુ કરવા કહયું છે.

આ પહેલા દિલ્હી હાઇ કોર્ટે કેન્દ્ર સરકાર પર ટિપ્પણી કરતા કહ્યું કે, અરજી કરો, ચોરી કરો કે ઉધાર લો પણ ઓકિસજન હોસ્પિટલમાં લાવો. અમે દર્દીઓને મરતા નહી જોઇ શકીએ. બુધવારે દિલ્હીના કેટલાક હોસ્પિટલમાં ઓકિસજનની તત્કાલ જરૂરિયાતના સંબંધમાં સુનવણી કરકા દિલ્હી હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી.

દિલ્હી હાઇકોર્ટે સરકારને નિર્દેશ કર્યો હતો કે કોવિડ-૧૯ ગંભીર રોગીઓનો ઇલાજ કરી રહેલા દિલ્હીના હોસ્પિટલમાં કોઇ પણ રીતે ઓકિસજન આપવામાં આવે. હેરાન થતા અદાલતે તે પણ કહ્યું કે કેન્દ્ર આ મહામારીને ગંભીરતાથી કેમ નથી લઇ રહી. અદાલતે નાસિકમાં થયેલ મોત વિશે પણ કહ્યું હતુ.

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે ઉદ્યોગ ઓકિસજનની પૂર્તિ માટે કેટલા દિવસ રાહ જોવી પડશે, ટાટા કંની પોતાના ઓકિસજન કોટાને ડાયવર્ટ કરી શકે છે તો બીજા લોકો કેમ એવુ નથી કરી શકતા. માણસાઇ માટે કોઇ જગ્યા નથી કે શું. આ ખુબ હાસ્યાસ્પદ છે.

(3:14 pm IST)
  • કલેકટરની અપીલ : હળવા લક્ષણ ધરાવતા લોકો રેમડેસીવીર ઈન્જેકશનનો આગ્રહ ન રાખે : રાજકોટના ડોકટરો પણ ખોટુ દબાણ ન લઈ આવે : એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય એટલે ગભરાવવાની જરૂર નથી : ખોટી રીતે ઈન્જેકશન ન મેળવે : ડોકટરો પણ લોકોના દબાણથી થાકીને ઈન્જેકશન લખી આપે છે : રાજકોટમાં ફેબી ફલુ ટેબ્લેટનો પૂરતો સ્ટોક છે : સિવિલમાં ઓકિસજન જરૂરીયાતવાળા ૨૫૦ જેટલા ગંભીર દર્દીઓ છે : પગાર વધારા થયા બાદ ડોકટરો અને સ્ટાફ વધવા માંડ્યો છે : ૨ થી ૩ દિવસમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ટેલી મેડીશ્યન અને ટેલી મેન્ટરી સેવા પણ ચાલુ થઈ જશે : રાજકોટમાં ઓકિસજનની અછત છે પણ અમે મગાવી રહ્યા છીએ : કેન્સર કોવિડ હોસ્પિટલમાં ૨૦ બેડ વેન્ટીલેટર વાળા ચાલુ થઈ ગયા છે : સિવિલ બેડ કૌભાંડમાં પોલીસ તપાસ કરી રહી છે : જે કોઈ જવાબદાર હશે એને અમે નહિં મૂકીએ : કલેકટર રેમ્યા મોહનની પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત access_time 12:42 pm IST

  • ભારતમાં કોરોના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને અમીરાત એરલાઇન્સ 25 એપ્રિલથી દુબઈ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ 10 દિવસ માટે સ્થગિત કરશે access_time 7:57 pm IST

  • સુપ્રીમના ૪ જજને કોરોના વળગ્યો : સુપ્રીમકોર્ટના ૪ ન્યાયાધીશોને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી access_time 11:31 am IST