Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોનાએ અઠવાડિયામાં આખો પરિવાર પીંખી નાખ્યોઃ પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાતઃ પરિવારમાં ચાર મોત

હૃદયને હચમચાવી દેતો આ બનાવ દેવાસ અગ્રવાલ સમાજના અધ્યક્ષ બાલકિસન ગર્ગના ઘરે બન્યો છે

દેવાસ, તા.૨૨: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં હૃદયને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક આખો હસતો રમતો પરિવાર એક જ અઠવાડિયામાં કોરોનાને કારણે ખતમ થઈ ગયો છે. સાસુ, જેઠ અને પતિના કોરોનાને કારણે નિધન થયા બાદ પૂત્રવધૂએ ગળેફાંસો ખાઈને આપદ્યાત કરી લીધો છે. પરિવારમં હવે માતમ મનાવવા માટે પણ કોઈ નથી બચ્યું!

હૃદયને હચમચાવી દેતો આ બનાવ દેવાસ અગ્રવાલ સમાજના અધ્યક્ષ બાલકિસન ગર્ગના દ્યરે બન્યો છે. સૌથી પહેલા તેમના પત્ની ચંદ્રકલા (ઉં.વ. ૭૫)ને કોરોના થયો હતો. ૧૪જ્રાક એપ્રિલના રોજ તેમનું નિધન થયું હતું. તેના બે દિવસ પછી તેના પુત્ર સંજય (ઉં.વ. ૫૧) અને સ્વપ્નેશ (ઉં.વ. ૪૮)નું નિધન થયું હતું. આ બનાવનો આદ્યાત તેની નાની પુત્રવધૂ સહન કરી શકી ન હતી. રેખા (ઉં.વ. ૪૫)એ બુધવારે ગળેફાંસો ખાઈને આપદ્યાત કરી લીધો છે. એટલે કે ફકત એક જ અઠવાડિયામાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. પરિવારમાં હવે બાલકિસન ગર્ગ, તેમની મોટી પુત્રવધૂ અને પૌત્ર-પોત્રીઓ વધ્યા છે.

આપઘાતના સમાચાર બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ કરી રહી છે.

(3:27 pm IST)