Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ફેસબુક-વોટસએપને ઝટકોઃ CCI તપાસ વિરૂધ્ધ ફગાવી

બંને સોશ્યલ મીડિયા કંપનીએ સીસીઆઇના આદેશને પડકાર્યો હતો

નવી દિલ્હી, તા.૨૨: સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને મેસેજિંગ એપ વોટ્સઅપને દિલ્હી હાઈકોર્ટ મોટો ફટ્કો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે એ અરજીને ફગાવી દીધી, જેમાં સોશિલય મીડિયા કંપનીઓએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા નવી પ્રાઇવસી પોલિસીની તપાસ માટે જારી આદેશને પડકાડયો હતો.

જસ્ટીસ નવીન ચાવલાની બેંચે ૧૩ એપ્રિલના રોજ ફેસબુક અને વોટ્સઅપની બે જુદી-જુદી અરજીઓ પર સુનાવણી પૂરી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરતા જણાવ્યું હતું કે CCIદ્ગટ આદેશ કોઇ પ્રમુખ પદના દુરુપયોગની તપાસને નથી દર્શાવતો, પરંતુ યુઝર્સની પ્રાઇવસીને લઇ ચિંતિત છે.

CCIએ કોર્ટ સામક્ષ જણાવ્યું હતુ કે વોટ્સઅપની નવી પ્રાઇવસી પોલિસીના કારણે અતિશય ડેટા કલેકશન થઇ શકે છે અને જાહેરાત માટે યુઝર્સની પ્રાઇવસીનો ઉલ્લંદ્યન કરી શકે છે. જે ડેટા કલેકટ કરવામાં આવ્યો છે, તેમાં યુઝરની લોકેશન, ઉપયોગમાં લેવાતા ડિવાઇસ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને તે કોની સાથે વાત કરી રહ્યો છે. તેનો ઉપયોગ કરી યુઝરની પ્રોફાઇલ બનાવી શકાય છે અને તેના દ્વારા ટાર્ગેટેડ એડવાર્ટાઇજિંગ કરી શકાય છે.

ફેસબુક અને વોટ્સઅપે ઘ્ઘ્ત્ના ૨૪ માર્ચના આદેશને પડકાર્યો હતો, જેમાં તેમની નવી પ્રાઇવસી પોલિસીના તપાસના આદેશ આપ્યા છે. બંને સોશિયલ મીડિયા કંપનીઓએ કોર્ટમાં જણાવ્યું હતુ કે, જયારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પ્રાઇવસી પોલિસીના મામલાને જોઇ રહ્યા છે, તો તેમાં CCIના દખલગીરી ના કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુઝરની અંગત વાતચીત એન્ડ ટૂ એન્ટ એનક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે અને વોટ્સઅપ લોકોની ચેટ્સ પર નજર નથી રાખતો. તેના પર ઘ્ઘ્ત્એ જણાવ્યું હતુ કે તે યુઝરની પ્રાઇવસીના ઉલ્લંઘનની તપાસ નથી કરી રહ્યો, જેની સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

(3:28 pm IST)