Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

શ્રધ્ધા ભટ્ટ ઇન્ડીયાઝ ટોપ મોડેલમાં મીસ રેમ્પ વોક

રાજકોટઃ મધ્ય પ્રદેશ ખાતે આયોજીત ઇન્ડીયાઝ ટોપ મોડેલ-ર૦ર૧માં રાજકોટની યુવતી મીસ રેમ્પ વોક બની છે. શોના આયોજક અગ્રાવાલ પ્રોડકશનના ડાયરેકટર મીસ્ટર આકાશ મીતલ હતા. શોમાં ઇન્ટરનેશનલ કોરીયોગ્રાફર ખીજર હુસેન, એમ.ટીવી રોડીઝ શોની સાહીબા શેરની, જગદીશ પુરોહીત જજ તરીકે હાજર હતા. ઔદિચ્ય ખરેડી સમાજ બ્રાહ્મણ પરિવાર શ્રધ્ધા ભટ્ટ-કે જે રાજીવભાઇ તથા ભારતીબેનની સુપીત્રી અને નીરાબેન તથા રમેશભાઇ ભટ્ટ (રણજીત સ્ટુડીઓ-દાદર, મુંબઇ)ની પૌત્રીએ આ સ્પર્ધામાં મેદાન માર્યું છે. એક માસ પહેલા ઇન્ડીયાઝ ટોપ મોડેલ-ર૦ર૧નું રાજકોટ સહિત દેશના ૩૪ શહેરોમાં ઓડીશન રાખ્યું હતું. આ ઓડીશનમાં એમ.કોમ.માં અભ્યાસ કરતી યુવતી શ્રધ્ધા ભટ્ટએ ભાગ લીધો હતો અને તે સીલેકટ થઇ હતી. આખા ભારતમાંથી ર૦૦૦ લોકોના ઓડીશન લીધા હતા, તેમાંથી ફાઇનલમાં ૧પ૦ સ્પર્ધકોને ફાયનલ માટે સીલેકટ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં તેણીએ મેદાન મારી-મીસ રેમ્પ વોક બની હતી. આ યુવતીએ આ પહેલા પણ બે વખત આ પ્રકારની સિધ્ધી હાંસલ કરેલ છે. આ સ્પર્ધામાં કેટ વોક સહિત ત્રણ રાઉન્ડ હતા.

(4:08 pm IST)