Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ખાલી વાતો નહીં પરિણામલક્ષી કામઃ દુનિયાનો એક માત્ર દેશ ઈઝરાયલ થયો કોરોનામુકત, માસ્ક પહેરવુ ફરજિયાત નહીં

તેલઅવીવ, તા.૨૨:એક તરફ આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે, તો બીજી તરફ ઇઝરાયલ પહેલો એવો દેશ બન્યો છે જેણે પોતાને કોરોના મુકત જાહેર કર્યો છે. ઇઝરાયલે પોતાના સામુહિક રસીકરણ અભિયાન બાદ કોરોના પ્રતિબંધોમાં છૂટ આપી છે અને શાળાઓને ફરીથી ખોલવામાં આવી છે.

ઇઝરાયલમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલી નાંખવામાં આવી છે અને બાળકો ફરીથી વર્ગખંડોમાં પરત ફર્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેરવાના નિયમને પણ દૂર કર્યો છે. જો કે મોટી સભાઓમાં માસ્ક પહેરવું ફરજિયાત છે.

ઇઝરાયલે દુનિયાભરમાં રસીકરણ અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને પોતાના દેશમાં ઢડપથી લોકોને રસી આપી છે. આ જ કારણ છે કે અઝરાયલમાં દ્યણા બધા પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે. ઇઝરાયલે ગયા અઠવાડિયે જ દ્યોષણા કરી હતી કે મે મહિનાથી પ્રવાસીઓને પણ દેશમાં પ્રવેશ આપવામાં આવશે અને સાથએ તેમને રસી પણ આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે મહામારીની શરુઆત બાદ ઇઝરાયલમાં કોરોના વાયરસના ૮,૩૬,૦૦૦ કેસ સામે આવ્યા હતા. જયારે કોરોનાના કારણે ઇઝરાયલમાં ૬,૩૩૧ લોકોના મોત થયા હતા. ઇઝરાયલમાં ૯૩ લાખ લોકોમાંથી ૫૬ ટકા લોકોને ફાઇઝર/એનબાયેટેક રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે.

(4:11 pm IST)