Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ભયાનક સ્થિતિઃ દિલ્હીમાં ઓકિસજન સંકટઃ અનેક હોસ્પિટલોમાં સ્ટોક પૂર્ણ થવાના આરે

નવી દિલ્હી, તા.૨૨: દેશની રાજધાની દિલ્હી હાલ કોરોના મહામારીના કારણે સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. દિલ્હીમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો નોંધાઇ રહ્યા છે અને ૨૦૦થી વધુ દર્દીના મોત થઇ રહ્યા છે. આ વચ્ચે હોસ્પિટલમાં બેડ્સની અછત સાથે ઓકિસજનની પણ દ્યટ પડી રહી છે. દિલ્હીના અનેક હોસ્પિટલોમાં ઓકિસજનની અછત સર્જાઇ છે.

દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં અત્યારે ૮૮૦૦ કયૂબિક મીટર ઓકિસજન સ્ટોર છે. હોસ્પિટલ મુજબ તે કાલે સવારના ૧૦ વાગ્યા સુધી ચાલી જશે. જયારે દિલ્હીની રોહિણી ખાતેની સરોજ હોસ્પિટલમાં પણ ઓકિસજનો સ્ટોક માત્ર બે કલાક જેટલો બચ્યો છે. હોસ્પિટલનું કહેવું છે કે INOXથી તેમની સપ્લાય આવે છે, પરંતુ વેન્ડર રાતથી વાત નથી કરી રહ્યા. દરરોજ આ હોસ્પિટલમાં ૨૭૦૦ કયૂબિક મીટર ઓકિસજનની જરૂર પડે છે, ત્યાં ૧૩૦ કોરોના દર્દી દાખલ છે.

દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં માત્ર બે કલાકનો જ ઓકિસજન સ્ટોક બાકી છે. જેના કારણે હોસ્પિટલમાં સંકટ ઉભો થયો છે. આ હોસ્પિટલને દરરોજ ૫દ્મક ૬ ટન ઓકિસનની જરૂર હોય છે. ત્યાં અંદાજે ૯૦૦ દર્દી દાખલ છે. દિલ્હીની જ માતા ચાનન દેવી હોસ્પિટલમાં ગુરુવારે સવારે ઓકિસજન ખતમ થઇ ગયો હતો. ત્યાં અંદાજે ૨૦૦દ્મક વધુ દર્દી એવા છે, જેમને ઓકિસજનની જરૂર છે, હોસ્પિટલ તરફથી સતત ઓકિસજન સપ્લાય કરતી કંપની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ ચાલુ છે.

કોરોના સંકટ વચ્ચે દિલ્હી સરકાર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલોમાં ઓકિસજનની અછત અંગે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની મૈકસ હોસ્પિટલે આરોપ લગાવ્યો હતો કે તેમને ત્યાં આવનારા ઓકિસજન ટેંકરને એઇમ્સની અંદર મોકલી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેમના દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ મામલે મેકસ હોસ્પિટલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને તરત સુનવણીની માંગ કરી હતી.

આ અંગેની સુનવણીમાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સાથે જ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઉદ્યોગોને અપાતો ઓકિસજન તરત જ રોકવા માટે કહ્યું છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમને ડિમાન્ડ અને સપ્લાઇનો કોઇ અંદાજ કેમ નથી? કેન્દ્ર સરકાર જલ્દીથી જલ્દી હોસ્પિટલોમાં ઓકિસજન મોકલવા માટે રોડ પર કોરિડોર બનાવે અને જો શકય હોય તો ઓકિસજનને એયરલિફ્ટ કરવામાં આવે. હાઇકોર્ટે કહ્યું કે આનાથઈ વધારે અમે શું આદેશ આપીએ? હાઇકોર્ટે કહ્યું કે દેશમાં હજારો લોકો મરી રહ્યા છે અને તમારી પ્રાથમિકતા સ્ટીલ પ્લાંટ છે?

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીમાં વપરાશમાં લેવાતા ઓકિસજનને તરત જ રોકવામાં આવે. કોર્ટે કહ્યું કે લોકોને મરવા માટે ના છોડી શકાય. આ એક ગંભીર મુદ્દો છે, લોકોને જિંદગીનો મૌલિક અધિકાર છે. તમે તેમના જીવ બચાવવા માટે શું કરી રહ્યા છો? કોર્ટે કહ્યું કે ઓકિસજન એ જ ઉદ્યોગોને મળે જેઓ મેડિકલ સાથે જોડાયેલો સામાન બનાવી રહ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે અમને આશ્યર્ય છે કે કાલના અમારા આદેશ બાદ પણ હોસ્પિટલોને ઓકિસજન નથી આપવામાં આવી રહ્યો.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને સરેરાશ ૨૫ હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ગત રોજ દિલ્હીમાં ૨૪,૬૩૮ નવા કેસો નોંધાયા, જયારે ૨૪૯ લોકો કોરોના સામે હારી ગયા.

(4:12 pm IST)