Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ફરીદાબાદમાં બેટરી બનાવતી એક કંપનીમાં ભયાનક ફાટી નીકળી : ૩ કર્મચારીનો ભોગ લીધો

ફાયર બિગ્રેડની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્‍યો : જ્યાં આગ લાગી હતી તે વિભાગને ફાયર વિભાગની NOC જ નહોતી મળી: ફાયર ચીફ સર્વિસ

ફરીદાબાદ: ફરીદાબાદમાં બેટરી બનાવતી એક કંપનીમાં ભયાનક આગવાની દુર્ધટના ઘટી છે આ દુર્ધટનામાં આગની ચપેટમાં આવતા બળવાથી 3 કર્મચારીઓની મોત થઈ ગઈ છે. આગ લાગવાના કારણે ઘટના સ્થળે ભાગદોડ થઈ ગઈ છે. આ ઘટનાની સુચના ફાયર બિગ્રેડ અને પોલીસને આપવામાં આવી છે. આ આગ એટલી ભીષણ હતી કે આ દુર્ઘટનામાં 3 કર્મચારીઓની મૃત્યુ થઈ ગઈ છે. જો કો હજી સુધી આગના કારણોની જાણકારી મળી નથી. આ ઘટનાની જાણકારી મળતા ફાયર બિગ્રેડની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જવાનોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કોશિશ કરી હતી.

આજકાલ સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે હમણાં 17 મેના રોજ દિલ્હીના મુંડકા વિસ્તારની એક 4 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોની મોત થઈ હતી અને અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા. તેમજ અનેક લોકો ગુમ છે. NDRF અને દિલ્હી ફાયર સર્વિસની ટીમ મોડી રાત સુધી આગ બુઝાવવામાં લાગેલી હતી.

આ ઘટના બાદ MCDની 6 ટીમોએ આ વિસ્તારનો સર્વે કર્યો હતો. જેના બાદ આરોપ અને પ્રતિ આરોપો થઈ રહ્યા હતા. ફાયર ચીફ સર્વિસે કહ્યુ હતું કે જ્યાં આગ લાગી હતી તે વિભાગને ફાયર વિભાગની NOC જ નહોતી મળી. તેમજ દિલ્હીના બવાનામાં 19 મેના રોજ આગ લાગી હતી. જેમાં થીનર ફેક્ટરીમાં લાગેલી આગ ઉપર 17 ફાયર જવાનોએ કાબુ મેળવ્યો હતો.

(11:32 am IST)