Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

સાઉથના સિંગર સંગીતા સાજિથનું 46 વર્ષની વયે નિધન :કિડનીની બીમારીથી પીડિત હતા

તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 200થી વધુ ગીતો ગાયા છે. પૃથ્વીરાજ સ્ટારર 'કુરુથી' નું થીમ ગીત મલયાલમ ફિલ્મનું તેમનું છેલ્લું ગીત હતું.

દક્ષિણ ભારતીય પાર્શ્વગાયિકા સંગીતા સાજીથનું રવિવારે સવારે તિરુવનંતપુરમમાં નિધન થયું છે. તેમના અચાનક અવસાનના સમાચારથી બોલિવૂડને મોટો આંચકો લાગ્યો છે. 46 વર્ષની ઉંમરે સિંગરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. મળતી માહિતી મુજબ સંગીતા કિડની સંબંધિત બીમારીઓથી પીડાતી હતી અને લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી.

46 વર્ષીય ગાયકનું કિડનીની બીમારીને કારણે અવસાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની અંતિમ વિદાય બપોરે 3 વાગ્યે ઠેકૌડ શાંતિકવદમમાં યોજાઈ હતી આ દુખદ સમાચાર સાંભળ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તમામ હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

તેણે 1998માં આવેલી મલયાલમ ફિલ્મ 'એન્નુ સ્વાન્થમ જાનકીકુટ્ટી'માં 'અંબિલી પૂવેટ્ટમ'થી કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 200થી વધુ ગીતો ગાયા છે. પૃથ્વીરાજ સ્ટારર 'કુરુથી' નું થીમ ગીત મલયાલમ ફિલ્મનું તેમનું છેલ્લું ગીત હતું.

 

(9:36 pm IST)