Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ઉમા ભારતીએ કહ્યું- વારાણસીમાં સર્વેની જરૂર નહોતી, દીવાલો પર પુરાવા છે

વારાણસીમાં આસ્થાનો કોઈ સંઘર્ષ નથી. કાશી-મથુરા પર લડાઈ અને સંઘર્ષની વાત નથી. વારાણસીમાં સર્વેની જરૂર નહોતી

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ જ્ઞાન વાપી મુદ્દે કહ્યું કે વારાણસીમાં આસ્થાનો કોઈ સંઘર્ષ નથી. કાશી-મથુરા પર લડાઈ અને સંઘર્ષની વાત નથી. વારાણસીમાં સર્વેની જરૂર નહોતી, દીવાલો પર પુરાવા છે. મુસ્લિમો માટે મક્કા-મદીનાનું મહત્વ આપણા માટે કાશી વિશ્વનાથ જેટલું જ છે. આ તેમની આસ્થાનું કેન્દ્ર નથી, આપણી આસ્થાનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે પૂજા અધિનિયમ આ મુદ્દામાં અડચણ નહીં બને. સર્વે રિપોર્ટ પહેલા આવવા દયો

ઉમા ભારતીએ કહ્યું કે અયોધ્યામાં સર્વેની જરૂર હતી કારણ કે જે પુરાવા હતા તે જમીન નીચે હતા તેથી ખોદકામ કરવું પડ્યું. 6 ડિસેમ્બરે માળખું તૂટી પડવાને કારણે ખોદકામ પણ થયું હતું. વારાણસીમાં સર્વેની જરૂર નથી, અહીં દિવાલો પર પુરાવા છે. અહીં કોર્ટની બહાર સમાધાન થઈ શકે છે. અખિલેશ યાદવના નિવેદન પર જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ ખૂબ જ હળવાશ છે. મેં અગાઉ કહ્યું હતું કે જે કોઈ રામનો વિરોધ કરશે, તેના પરિવારમાં કોઈ રડવાનું બાકી રહેશે નહીં. અખિલેશે આવી જ વાતો કરીને પોતાની પાર્ટીની આ હાલત કરી છે.

(11:33 pm IST)