Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કોંગ્રેસમાં મોટી હલચલ : સોનિયા ગાંધીએ 24મી જૂને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી

પાર્ટીના મહાસચીવો અને રાજ્ય પ્રભારીઓ પણ બેઠકમાં જોડાશે : અનેક મુદ્દે ચર્ચા થશે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 24 જૂને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તેમાં પાર્ટીના મહાસચીવો અને રાજ્ય પ્રભારીઓ પણ શામેલ થશે. આ સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા જેવા મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ મીટિંગ ઓનલાઈન થશે. પાર્ટીના નેતા કોરોના અને હાલની રાજનૈતિક સ્થિતિઓ પર પણ ચર્ચા કરશે. ખબર એ પણ છે કે તેમાં પંજાબ અને રાજસ્થાનમાં અંદરો અંદર તણાવથી ઉભી થયેલા રાજનૈતિક સંકટ પર પણ ચર્ચા થશે.

    સૂત્રોએ જણાવ્યું કે ડિજિટલ બેઠકમાં કોંગ્રેસના નેતા પાર્ટીના પ્રસ્તાવિત સંપર્ક અભિયાન પર પણ ચર્ચા કરશે. આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ અને જરૂરી ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં વધારાના સંદર્ભમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કોવિડના હાલની પરિસ્થિતિ અને આર્થિક સ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે.

આ બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષોની પણ બેઠક બોલાવવામાં આવશે. સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે આ બેઠક સંસદના મોનસુન સત્ર પહેલા બોલાવી છે. મોનસુન સત્ર જુલાઈમાં થાય છે. કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાના મુદ્દાને લઈને પાછલા અમુક અઠવાડિયાથી સરકાર પર સતત હુમલો કરી રહી છે.

ત્યાં જ એવી પણ ખબર છે કે આ સમયે ખાસ કરીને રાજસ્થાન અને પંજાબની સ્થિતિઓના સંદર્ભમાં પણ ચર્ચા થશે. આવતા વર્ષે યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. પંજાબમાં ઈલેક્શન પહેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂની વચ્ચે તણાવ સામે આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ બન્નેને શાંત કરવાના દરેક સંભવ પ્રયત્ન કરી ચુક્યા છે. પરંતુ તેમને અત્યાર સુધી સફળતા નથી મળી

(12:00 am IST)