Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

દેશમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક 80 લાખથી વધારે લોકોને કોરોના રસી અપાઈ:પીએમ મોદી બોલ્યા- વેલ ડન ઈન્ડિયા

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું રસીકરણની રેકોર્ડ તોડતી સંખ્યા ઉત્સાહજનક :કોવિડ19 સામેની લડાઈમાં રસી આપણનું સૌથી મજબૂત હથિયાર બની રહેશે. વેલ ડન ઈન્ડિયા!

નવી દિલ્હી : દેશમાં આજે એક જ દિવસમાં કોરોના વેક્સીનના રેકોર્ડ 80 લાખથી વધારે ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે. તેના પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે અને ટ્વિટ કરીને કહ્યું આજે રસીકરણની રેકોર્ડ તોડતી સંખ્યા ઉત્સાહજનક છે. કોવિડ19 સામેની લડાઈમાં રસી આપણનું સૌથી મજબૂત હથિયાર બની રહેશે. વેલ ડન ઈન્ડિયા!

આજે જ કોરોના રસીકરણની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે. જે અનુસાર, કેંદ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને વેક્સીન આપશે. ભારત સરકાર દેશમાં સ્થિત વેક્સિન પ્રોડક્શન કરતી કંપનીઓ પાસેથી કોરોનાની રસી 75 ટકા ખરીદશે.

પહેલા રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 50 ટકા ખરીદવાની મંજૂરી આપી હતી. પરંતુ રાજ્યો દ્વારા પૈસા સહિત કેટલીક સમસ્યાઓની ફરિયાદ બાદ પ્રધાનમંત્રી મોદીએ રસીકરણના દિશાનિર્દેશોમાં બદલાવની જાહેરાત કરી હતી.

(12:00 am IST)