-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી access_time 7:48 pm IST
-
અદાલતનો મોહમ્મદ શમીને આદેશઃ પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો access_time 3:39 pm IST
નોઇડા ઓથોરિટીએ મોટો ભગો વાળ્યો : રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી
ફોટો વાયરલ થયા બાદ મજાકનું પાત્ર બનતા વહીવટીતંત્ર દોડતું થયું અને તુરંત જ ફોટો હટાવી લીધો

નવી દિલ્હી : ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘનું તાજેતરમાં જ કોવિડનાં કારણે નિધન થયું હતું. તેમના અવસાનનાં સમાચાર સાંભળતા જ વડા પ્રધાન મોદીથી લઈને અનેક નેતાઓ, રમતગમતની હસ્તીઓ વગેરેએ શ્રદ્ધાંજલિ આપી હતી. તે જ સમયે, દિલ્હીને અડીને આવેલા નોઈડા સ્ટેડિયમ પર, નોઈડા ઓથોરિટીએ એક એવી ભૂલ કરી કે, જેના કારણે તે મજાકનું પાત્ર બની ગઈ.
નોઇડા ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલલા રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે અભિનેતા ફરહાન અખ્તરની તસવીર લગાવવામાં આવી. તરત જ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. લોકોએ નોઇડા ઓથોરિટીની મજાક ઉડાવવા માંડી. જો કે, ફોટો વાયરલ થયા પછી, વહીવટીતંત્ર દોડતું થયું અને તુરંત જ ફોટો હટાવી લેવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનિય છે કે બોલિવૂડ એક્ટર ફરહાન ખાને મિલ્ખા સિંહની બાયોપિકમાં કામ કર્યું હતું. આવી સ્થિતિમાં મિલ્ખા સિંહના ફોટાને બદલે નોઇડા ઓથોરિટીએ ફરહાન અખ્તરનો ફોટો લગાવી દીધો.