Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

શું આ વેરિયન્ટ ત્રીજુ લહેરનું કારણ બનશે?

ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટે વધારી ચિંતાઃ ૩ રાજયોમાં જોવા મળ્યા ૨૫ કેસ

નવી દિલ્હી, તા.૨૨: બીજી લહેર ધીમી પડી રહી છે પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલા જોવા મળી રહ્યા છે. જે દેશની ચિંતામાં વધારો કરી રહયા છે.

એક તરફ જયાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરની સ્પીડ ઓછી થઈ રહી છે ત્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલા જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યુ કે રાજયમાં ડેલ્ટા પ્લાસના ૨૧ મામલા સામે આવ્યા છે. જેમાંથી ૯ જલગાંવથી ૭ મુંબઈથી અને એક એક સિંધુદુર્ગ, ઠાણે અને પાલગઢ જિલ્લાના છે. ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે જીનોમ સિકવેન્સિંગનો નિર્ણય કર્યો છે અને દરેક જિલ્લામાંથી ૧૦૦ નમૂના લઈને પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. CSIR અને IGIB સેમ્પલિંગના નેતૃત્વમાં સેમ્પલિંગ થઈ રહ્યુ છે. તેમણે કહ્યું કે ૧૫મી સુધી ૭૫૦૦ નમૂના લેવામાં આવ્યા છે. જેમાં ડેલ્ટા પ્લસના લગભગ ૨૧ મામલા જોવા મળ્યા છે.

બીજી તરફ કેરળના ૨ જિલ્લા પલક્કડ અને પથનમથિટ્ટાથી એકત્ર કરવામાં આવેલા નમૂનામાં સાર્સ સીઓવી-૨ ડેલ્ટા પ્લસ સ્વરુપના ઓછામાં ઓછા ૩ મામલા જોવા મળ્યા છે. અધિકારિઓએ સોમવારે આ જાણકારી આપી હતી. પથનમથિટ્ટાના જિલ્લાધિકારી ડો. નરસિમ્હુગરી ટીએલ રેડ્ડીએ કહ્યું કે જિલ્લાના કાડાપરા પંચાયલમાં એક ૪ વર્ષીય બાળકમાં નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જોવા મળ્યો છે.

નવા વેરિએન્ટને લઈને ગત અઠવાડિયે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે નવી શોધ ડેલ્ટા પ્લસ વેરિએન્ટનને અત્યાર સુધી ચિંતાજનક રુપમાં વર્ગીકૃત નથી કરાયો. ઉલ્લેખનીય છે કે ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પહેલો મામલો મધ્ય પ્રદેશના ભોપાલમાં ૬૫ વર્ષીય  મહિલામાં જોવા મળ્યો હતો. જે ૨૩ મેના રોજ મળ્યો હતો અને ૧૬ જૂને એનસીડીસીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તે ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત હતા.

(10:15 am IST)