News of Tuesday, 22nd June 2021
નવી દિલ્હી, તા.૨૨: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી તેજી જોવા મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની સ્થિરતા બાદ ઈંધણના ભાવોમાં વધારો કરી દીધો છે. પેટ્રોલની કિંમતમાં ૨૮ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલ પણ ૨૬ પૈસા પ્રતિ લીટર સુધી મોંદ્યું થઈ ગયું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં હળવો દ્યટાડો જોવા મળ્યો છે. આજના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૭.૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ૪ મે બાદથી અત્યાર સુધીમાં પેટ્રોલ ૭.૧૮ રૂપિયા પ્રતિ લીટ ર અને ડીઝલ ૭.૪૫ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂકયું છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૦૦ રૂપિયાને પણ પાર છે.
આ શહેરોમાં ૧૦૦ રૂપિયાને પાર છે પેટ્રોલ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૮.૬૭ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૪૦ રૂપિયા પ્રતિ લીટર, મધ્ય પ્રદેશના અનૂપ શહેરમાં પેટ્રોલ ૧૦૮.૩૦ રૂપિયા અને ડીઝલ ૯૯.૩૧ રૂપિયા પ્રતિ લીટર, મહારાષ્ટ્રના પરભનીમાં પેટ્રોલ ૧૦૪.૭૩ રૂપિયા અને ડીઝલ ૯૫.૩૧ રૂપિયા પ્રતિ લીટર, ભોપાલમાં પેટ્રોલ ૧૦૫.૭૨ રૂપિયા અને ડીઝલ ૯૬.૯૩ રૂપિયા પ્રતિ લીટર બેંગલુરુમાં પેટ્રોલ ૧૦૦.૭૬ રૂપિયા અને ડીઝલ ૯૩.૫૪ રૂપિયા પ્રતિ લીટર
ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ આ મુજબ છે
દિલ્હી- પેટ્રોલ ૯૭.૫૦ રૂપિયા અને ડીઝલ ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ ૧૦૩.૬૩ રૂપિયા અને ડીઝલ ૯૫.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ ૯૮.૬૫ રૂપિયા અને ડીઝલ ૯૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ ૯૭.૩૮ રૂપિયા અને ડીઝલ ૯૧.૦૮ રૂપિયા પ્રતિ લીટર છે.