News of Tuesday, 22nd June 2021
નવી દિલ્હી,તા. ૨૨ : ભારતીય પરિવારોમાં સોનાના ઘરેણા ખરીદવાની સદીઓ પુરાણી પરંપરા છે. ભારતમાં ખાસ કરીને લગ્નમાં ભેટ આપવા માટે સોનાની ખરીદી થાય છે. આ ઉપરાંત ધનતેરસ, દિવાળી અને અક્ષય તૃતિયા જો અવસરે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના પરિવારો સોનુ ખરીદી છે પણ તેમને એ પણ જાણવું જોઇએ કે ભારતમાં એક વ્યકિત કાયદેસર કેટલુ સોનુ રાખી શકે છે.
વધારે સોનુ રાખવા પર તમારી તપાસ આવકવેરા વિભાગ દ્વારા થઇ શકે છે. એટલે તમને ગોલ્ડ હોલ્ડીંગ અંગેના નિયમોની માહિતી હોય તે મહત્વનું છે. આવકવેરા નિષ્ણાંતો અનુસાર, જો સોનાનોસ્ત્રોત કાયદેસર હોય અને વ્યકિતની આવક અનુસાર હોય તો ચિંતાની કોઇ વાત નથી. જણાવી દઇએ કે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૩૨ અનુસાર, કર અધિકારી તલાશી સમયે મળી આવેલ કોઇ પણ દાગીના અથવા કિંમતી વસ્તુનાસ્ત્રોત અંગે તમે જણાવી ન શકો તો જપ્ત કરી શકે છે.
આવક વેરા નિયમ અનુસાર, જો વ્યકિત પાસે રહેલ સોનાનોસ્ત્રોત કાયદેસર હોય અને તેને એકસપ્લેઇન કરી શકાય તો એ સ્થિતીમાં સોનું રાખવાની માત્રા માટે કોઇ સીમા નથી. જો તમે સોનું ખરીદેલુ હોય તો તેનુ ઓરીજીનલ બીલ બતાવી શકો છો. જો તમને સોનુ પરિવારમાંથી વારસામાં મળ્યુ હોય તો વીલ અથવા પારિવારીક ભાગલાના ડીડની એક કોપી રજૂ કરી શકો છો. જો આભૂષણ ભેટમાં મળ્યા હોય તો તમે ગીફટ ડીડી રજૂ કરી શકો છો.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) એ ૧ ડિસેમ્બર, ૨૦૧૬ના પ્રેસ વિજ્ઞાપ્તિના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે સોનાના દાગીના રાખવા માટે કોઇ પણ વ્યકિત માટે કોઇ સીમા નથી, શરત એટલી જ કે તેની પાસે તે સોનાના કાયદેસરનાસ્ત્રોત હોવા જોઇએ.
જો કે નાણા મંત્રલાયે આ સંદર્ભે સ્પષ્ટતા કરી છે કે ભલે એસેસીના આવકના રેકોર્ડ સાથે મેળના ખાતો હોય તો પણ વિવાહિત મહિલા માટે ૫૦૦ ગ્રામ, અવિવાહિત મહિલા માટે ૨૫૦ ગ્રામ અને પુરૂષ માટે ૧૦૦ ગ્રામ સોનાની એક લીમીટ નક્કી કરાઇ છે. તેનાથી ઓછું સોનુ હોય તો આવક વેરા વિભાગ તેને જપ્ત નહીં કરી શકે.