Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

હવે પાનકાર્ડ નંબર લખવાથી રિટર્ન ભર્યું છે કે નહીં તેની જાણકારી મળશે

TDSના નવા નિયમ અમલી બનવા સાથે જ પોર્ટલમાં સુધારા થશે : બે રિટર્ન નહીં ભરનાર પાસે પાંચ ટકા ટીડીએસની ૧ લી જુલાઇથી વસૂલી થશે

નવી દિલ્‍હી,તા. ૨૧: આગામી એક જુલાઇથી ટીડીએસના નવા નિયમ અમલી બનાવવા માટે ઇન્‍કમટેકસ વિભાગ પોર્ટલમાં સુધારા વધારા કરવાની કવાયત હાથ ધરી છે. કારણે કે બે આઇટી રિટર્ન નિયમિત નહીં ભરનાર કરદાતા પાસેથી પાંચ ટકા ટીડીએસ કાપવાનો નિયમ ૧ લી જુલાઇથી અમલમાં આવનાર છે. પરંતુ ટીડીએસ કાપનારને તેની જાણકારી નહીં હોવાના કારણે પાનકાર્ડ નંબર નાખંવાની સાથે રિટર્ન ભર્યું કે નહીં તેની જાણકારી મળી રહે તેવી સુવિધા ઉભી કરવા કવાયત હાથ ધરાઇ છે.

ઇન્‍કમટેકસ વિભાગે પોર્ટલમાં સુધારા કરવાનું શરૂ કર્યું છે. તેમજ આગામી એક જુલાઇ પહેલા નવા સુધારા અમલમાં પણ આવી જશે. જેથી ટીડીએસ કાપતા પહેલા સામેવાળાનો પાન કાર્ડ નંબર માંગીને પોર્ટલ પર જ તેની તપાસ કરી શકશે. જેથી કરદાતાએ છેલ્લા બે વષૃના રિટર્ન ભર્યા છે કે નહીં તેની જાણકારી સરળતાથી મળી રહેશે. જો સામેવાળાએ નિયમિત રિટર્ન ભર્યા હોવાનું જણાશે. તો ૦.૧ ટકા ટીડીએસ કાપવામાં આવશે. જ્‍યારે બે રિટર્ન નહીં ભર્યા હોય તેવા કિસ્‍સામાં પાંચ ટકા ટીડીએસ કાપવામાં આવનાર છે.

રિટર્નની જાણકારી ફકત હા કે નામાં થવાની શકયતા વધુ

ટીડીએસ અને ટીસીએસના નિયમમાં ફેરફાર કરવાના કારણે કરદાતાનો પાનકાર્ડ નંબર લખતા રિટર્ન ભર્યું છે કે નહીં તેની જાણકારી ઉભી કરવાની સુવિધા આગામી દિવસોમાં ઇન્‍કમટેકસ પોર્ટલ પર મળી રહેવાની છે. જો કે, આ જાણકારી ફકત હા કે ના માં જ હોવાની શકયતા વધુ છે. કારણ કે કરદાતાના રિટર્ન લગતી જાણકારી ગુપ્ત અને સુરક્ષિત રહે તેવી પણ કાર્યવાહી આઇટી દ્વારા કરવામાં આવશે.

-રાજેશ ભઉવાલા (સીએ)

(10:30 am IST)