Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

દેશભરમાં ધર્માંતરણ કરાવવાના બનાવોમાં દોષિતો ઉપર રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાડવાના આદેશ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અતિ ગંભીરતાથી આ બનાવોને લીધા છે : આરોપીઓની સંપતિ પણ જપ્ત કરવામાં આવશે

લખનૌ, તા. ૨૨ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૦૦૦ લોકોનું ઈસ્લામમાં ધર્માંતરણ કરવાના બનાવને અતિ ગંભીરતાથી લઈને આ માટે આરોપીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીના આદેશો આપ્યા છે. તેમણે ધર્માંતરણના બનાવને અતિ ગંભીરતાથી લઈ દોષિતો વિરૂદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાડવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આ બનાવના મુળીયા સુધી જઈ સખત કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

દોષિતો વિરૂદ્ધ ગેંગસ્ટરની કાર્યવાહી સાથે એનએસએ હેઠળ ગુનો નોંધવાના પણ આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ધર્માંતરણ કરાવનારાઓની સંપતિ જપ્ત કરવાની સખત કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાંથી દેશભરમાં ઈસ્લામ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનું જબરદસ્ત કાવત્રુ ઝડપાયાનું અને બે વ્યકિતઓની ધરપકડ કરાયાનું બહાર આવ્યુ છે. આ ષડયંત્રના મુળીયા વિદેશો સુધી પ્રસરેલા છે.

(11:49 am IST)