Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સ્વામીનાથનનું મોટું નિવેદન

બે અલગ-અલગ વેકસીનનો ડોઝ કોરોના સામે કારગર

ઉચ્ચ સ્તરની એન્ટી બોડી બનાવે છેઃ ડબલ્યુબીસી કાઉન્ટ પણ સારા થાય છે

જીનીવા તા. રરઃ કોરોના વિરૂધ્ધની લડાઇમાં નવી રીત હાથમાં આવી છે. ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવેલ કે, બે અલગ-અલગ કંપનીઓની વેકસીન કોરોના વિરૂધ્ધ પ્રભાવીરૂપે કામ કરે છે.

તાજા શોધથી તે દેશો માટે દરવાજા ખુલી ગયા છે, જે પોતાના નાગરીકોને બીજો ડોઝ આપવા માટે રાહ જોઇ રહ્યા છે, તેવા દેશો રસીકરણ માટે બીજી કંપનીની રસીનો ઉપયોગ કરી શકશે.

સ્વામીનાથને કહેલ કે, અલગ વેકસીનથી મજબુત ઇમ્યુન સીસ્ટમ બને છે. જેનાથી ઉચ્ચા સ્તરની એન્ટી બોડી અને શ્વેત રકત કણીકાઓ (ડબલ્યુ બીસી) બને છે, જે વાયરસની સામે પ્રતિકાર કરે છે. જો કે પહેલા તજજ્ઞોએ ચેતવણી આપેલ કે બ્રીટન, સ્પેન, જર્મનીના આંકડાઓ મુજબ અલગ-અલગ વેકસીન લગાડવાથી સાઇડ ઇફેકટ પણ આવેલ.

કેટલાક દેશો અને ફાર્મા કંપનીઓના અધીકારીઓએ બુસ્ટર શોટની તૈયાર શરૂ કરી દીધી છે. સ્વામીનાથને જણાવેલ કે આમને હાલ આ અંગેકોઇ માહિતિ નથી. આ પગલું અપરિપકવ છે કેમ કે હજી ઘણા દેશોમાં વેકસીનેશનનું કામ ચાલુ છે.

(11:53 am IST)