Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

નારદ સ્ટીંગ કેસની સુનાવણીમાંથી નીકળી ગયા સુપ્રીમના જજ અનિરૂદ્ધ બોસ

હવે આ કેસની સુનાવણી બીજી બેંચ કરશે

નવી દિલ્હીઃ. કલકત્તા હાઈકોર્ટ દ્વારા કેસમાં સોગંદનામુ દાખલ કરવાની પરવાનગી આપવાની ના પાડવામાં આવ્યા પછી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મમતા બેનર્જીને આ કેસમાં પક્ષકાર બનાવાયા હતા જ્યારે સીબીઆઈએ ટીએમસીના ચાર પ્રધાનોની ધરપકડ કરી હતી અને મમતા સીબીઆઈની ઓફિસે પહોંચી ગયા હતા.

નારદ સ્ટીંગ કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સુનાવણીમાંથી સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ અનિરૂદ્ધ બોસે પોતાને અલગ કરી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મમતાએ કલકત્તા હાઈકોર્ટના આ કેસમાં સોગંદનામુ રજુ કરવાની પરવાનગી નહીં આપવાના હુકમને પડકાર્યો છે. જસ્ટીસ અનિરૂદ્ધ બોસ અને જસ્ટીસ હેમંત ગુપ્તાની બેંચ આજે મમતા અને રાજ્યના કાયદા પ્રધાન મલય ઘટક દ્વારા કરાયેલ અલગ અલગ અપીલોની સુનાવણી કરવાની હતી. હવે કેસની સુનાવણી બીજી બેંચ કરશે.

(3:24 pm IST)