Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

લક્ષદીપ રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનામાંથી માંસાહારની વાનગીઓ દૂર કરવા સામે કેરાલા હાઇકોર્ટની રોક : માંસાહારની વાનગીઓ રાખવા માટે સ્કૂલોમાં ફ્રિજની અછત હોવાથી આ યોજના અક્ષયપાત્રને સોંપવાના રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ સ્ટે

લક્ષદીપ : લક્ષદીપ રાજ્યમાં 1950 ની સાલથી મધ્યાહન ભોજન યોજના અમલી બનાવાઈ છે. જે શરૂઆતમાં પ્રાથમિક સ્કૂલો પૂરતી મર્યાદિત હતી તે હવે 12 મા ધોરણ  સુધી વધારાઈ છે.

સ્થાનિક પ્રજાજનો માંસાહારી હોવાથી મધ્યાહન ભોજન યોજનામાં અત્યાર સુધી માંસાહારી વાનગીઓ આપવામાં આવતી હતી.પરંતુ આ યોજનાનો વ્યાપ 12 ધોરણ સુધી વધારવામાં આવતા છેલ્લા થોડા વર્ષોથી માંસાહારની વાનગીઓ રાખવા માટે સ્કૂલોમાં ફ્રિજની અછત વરતાઇ રહી છે.

આથી રાજ્ય સરકારે આ યોજનામાંથી માંસાહારની વાનગીઓ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.તેમજ રસોડું અક્ષયપાત્રને સોંપવાનું નક્કી કર્યું છે.જેની સામે પિટિશન દાખલ કરાતા નામદાર કોર્ટએ સ્ટે આપ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)