Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રસીને લઇને ગરમાતું રાજકારણ ર૦૧રમાં એક જ દિવસમાં પોલીયોના ૧૭ કરોડ ડોઝ બાળકોને અપાયા હતા

પરંતુ જે તે સમયના પ્રધાનમંત્રી મનમોહનસિંહના કયાંય પોસ્‍ટર લગાવ્‍યા નહોતા કે કોઇ પ્રચાર કર્યો નહોતો

નવી દિલ્‍હી :  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, દેશમાં એક દિવસ ફ્રેબુઆરી 2012માં પોલિયોની સૌથી વધુ રસી લગાવાઈ હતી. એક જ દિવસમાં પોલિયોના 17 કરોડથી વધારે બાળકોને રસી આપવામાં આવી પણ મનમોહન સિંહે ક્યારેય પોસ્ટરો લગાવ્યા નહોતા. દશ વર્ષ પછી પ્રોપેગેંડા અને કરોડો રૂપિયાની જાહેરાતના સહારે સરકાર જોર લગાવીને એક દિવસ માંડ એંસી લાખ રસી લગાવી શકે છે.

આ અંગે પ્રહાર કરતા વરિષ્ઠ પત્રકાર રવિશ કુમારે પણ સરકાર પર આકરા પ્રહારો કરતા લેખાજોખા રજૂ કર્યા હતા. રવિશ કુમાર જણાવે છે કે, બની શકે કે, આ આંકડો વધારીને એક કરોડ સુધી પહોંચી ગયા હોય તો પણ કેટલો મામૂલી છે. પોલિયો અભિયાનની ટિકા કરનારા તેની સામે ધૂળ પણ અડકી ન શકે. એ પણ ત્યારે જ્યારે છ મહિના સુધી ઢંઢેરો પિટ્યો કે દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. તેમ છતાં પણ આખો દિવસ વિત્યા બાદ એક જ દિવસમાં ફકત એક કરોડની સંખ્યા પણ ટચ કરી શક્યા. જેની આડમાં દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ને વિશ્વ રેકોર્ડ બનાવી નાખ્યો.

રવિશ કુમાર આગળ જણાવે છે કે, સરકારની સફળતાને મોટી ગણાવવા માટે આંકડોએને અલગ અલગ સજાવવામાં આવે છે. તેને મોટુ બતાવવા માટે એક કરોડથી ઓછી વસ્તીવાળા દેશોની ગણતરી કરવામાં આવી રહી છે કે, ન્યૂઝીલેન્ડની વસ્તીથી દોઢ ગણા વધારે આજ રસી લગાવી છે. કમ સે કમ કોરોનાથી લડવામાં ભારત ન્યૂઝીલેન્ડની તુલના ન કરે તો જ સારૂ છે, કારણ કે ન્યૂઝીલેન્ડની ગણતરી કોરોનાથી લડવામાં સૌથી સફળ દેશોમાં થાય છે.

ગત રોજનું રસીકરણ અભિયાન પણ ફ્લોપ રહ્યું. આ અભિયાન આંખોમાં ધૂળ નાખવા સિવાય કશુંય નથી. તેની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો. દરેક અખબારના પહેલા પાને જાહેર ખબર જેમાં મોદીજીને ધન્યવાદ આપ્યા. આપ જાણો છો કે, સમગ્ર દુનિયામાં રસી મફતમાં આપવામા આવે છે. ભારતમાં તે છ મહિના બાદ શરૂ કરવામા આવ્યું. તેમ છતાં પણ દરેકને મફતમાં તો નથી જ મળતી. 25 ટકા રસી પ્રાઈવેટ હોસ્પિટલોને આપી રહ્યા છે. આપને ટકાવારી બતાવાય છે, પણ અસલમાં કેટલી સંખ્યામાં તે નહીં જણાવે.

સરકાર નથી બતાવતી કે કેટલા લોકો પૈસા દઈને રસી લીધી. ગત રોજના એંસી લાખમાં કેટલા લોકોએ પૈસા આપીને બેવકૂફ બન્યા છે. વસ્તીનો એક ભાગ 780 અને 1410 રૂપિયાનો એક ડોઝ લગાવીને મુર્ખ બની રહ્યો છે. તે જાણી રહ્યો છે કે, પૈસા આપીને રસી લીધી છે, પણ આ સમાચાર વાંચી રહ્યો છે કે, ભારતમાં દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે.

(9:20 pm IST)