Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ચીનથી હિજરત: સેમસંગ કંપનીએ ચીન છોડીને હવે નોઇડામાં 4825 કરોડની ફેકટરી શરૂ કરી

સેમસંગના પ્રતિનિધિ મંડળે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરી

ઉત્તર પ્રદેશના નોઇડામાં પોતાનું મેન્યુફેકચરીંગ યૂનિટ ધરાવતી સેમસંગે હવે ચીનનું પોતાનું ડિસ્પલે યૂનિટ ભારતમાં ખસેડી દીધું છે. નોઇડામાં જ મોબાઇલ ડિસ્પલે યૂનિટ શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ માટે આ મોટી વાત કહી શકાય. સેમસંગના મોટા રોકાણને કારણે યોગી સરકારે સેમસંગને સહકાર આપવાનો નિર્ણય કર્યો હતો.

સેમસંગ ઇન્ડિયા કંપનીએ દરેક જગ્યાએ પોતાની ખાસ ઓળખ ઉભી કરી છે. વિશ્વભરમાં જાણીતી સાઉથ કોરિયાની ઇલેકટ્રોનિક કંપની સેમસંગ જેની મોબાઇલ ડિસ્પલે ફેકટરી ચીનમાં હતી. પરંતુ ચીનથી હવે આ કંપની પોતાનો રૂખ ભારત તરફ કરી લીધો છે. મેક ઇન ઇન્ડિયાને આ એક મોટી સફળતા મળી છે. સેમસંગ કંપનીએ ચીન છોડીને હવે ઉત્તર પ્રદેશના નોઇડામાં પોતાની ફેકટરી શરૂ કરી દીધી છે.

આ બાબતે સેમસંગના પ્રતિનિધિ મંડળે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરી છે. સેમસંગ કંપનીની યોજના ભારતમાં ઉત્પાદન વધારવાનું છે. કંપનીનું પહેલેથી જ નોઇડામાં મેન્યુફેકચરીંગ યૂનિટ છે જે દુનિયામાં સ્માર્ટફોન પ્રોડકશનના મામલે સેમસંગનું સૌથી મોટું યુનિટ છે.

આ બાબતે સેમસંગ કંપનીએ કહ્યું હતું કે સારા ઔદ્યોગિક માહોલ અને રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી પોલિસીને કારણે કંપનીએ ડીસ્પલે મેન્યુફેકચરીંગ યૂનિટને શિફટ કરવાનો નિર્ણય લીધો છે. નોઇડામાં કંપનીએ બાંધકામ પુરું કરી દીધું છે.

યોગી આદિત્યનાથ સાથેની મુલાકાતમાં સેમસંગના સાઉથ વેસ્ટ એશિયાના પ્રેસિડન્ટ અને અન્ય સીનિયર મેનજેન્ટ ઓફીસર સામેલ હતા. યોગી આદિત્યનાથે કહ્યું કે નોઇડામાં સેમસંગની ડિસ્પલે ફેકટરી સ્થાપવવાને કારણે ઉત્તર પ્રદેશના યુવાનોને રાજયમાં જ રોજગાર મેળવવામાં મદદ મળશે. ઉપરાંત સેમસંગને ભવિષ્યમાં રાજય સરકારનો સહકાર મળતો રહેશે એમ યોગીએ કહ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં સેમસંગના આ નવા મેન્યુફેકચરીંગ યૂનિટ માટે રૂપિયા 4825 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સાથે જ OlED ટેકનિકથી બનાવવામાં આવેલા મોબાઇલ ડિસ્પલે મેન્યુફેકચરીંગ કરવા વાળો ભારત દુનિયામાં ત્રીજા નંબરનો દેશ બની જશે.

(11:49 pm IST)