Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ભોજપુરીના સુપરસ્ટાર ખેસારીલાલએ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

ખેસારીલાલ યાદવ સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કરશે.: ભોજપુરી ગાયક દિનેશ લાલ યાદવ નિરહુઆના જવાબમાં અખિલેશ યાદવે ખેસારીલાલ યાદવની પસંદગી કરી

લખનૌ :ભોજપુરી અભિનેતા ઘેસરીલાલ યાદવે સપા સુપ્રીમો અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. અખિલેશે બેઠકનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. સાથે લખ્યું કે, બાવીસમાં સાયકલના સંકલ્પની વાત. આ તસવીરને લઈને ઘણા રાજકીય સમીકરણો ઘડાય રહ્યા છે. કહેવાય છે કે વિધાનસભાની ચૂંટણીને લઈને પણ બંને વચ્ચે ચર્ચા થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે ખેસારીલાલ યાદવ સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કરશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ખેસરીલાલે અનેક પ્રસંગોએ ભાજપનો વિરોધ કર્યો છે. પછી તે ખેડૂત આંદોલન હોય કે અન્ય મુદ્દાઓ. તેમણે કેન્દ્ર સરકારનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તેમણે ઘણી વખત ટ્વીટ્સ દ્વારા પોતાનો રાજકીય અભિગમ વ્યક્ત કર્યો છે.

અખિલેશ યાદવ સાથે ઘેસારીલાલની મુલાકાત થતાં ઉત્તર પ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. એક રીતે યુપીમાં નિરહુઆ વિરુદ્ધ ઘેસરીલાલનો મામલો બની રહ્યો છે. ભાજપના ભોજપુરી ગાયક દિનેશ લાલ યાદવ નિરહુઆના જવાબમાં અખિલેશ યાદવે ખેસારીલાલ યાદવની પસંદગી કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, લોકસભાની ચૂંટણી 2019માં ભાજપે આઝમગઢ બેઠક પરથી અખિલેશ યાદવની વિરુદ્ધ નિરહુઆને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

(12:55 am IST)