Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભાજપ સાથે ગઠબંધન થશે તો શિવસેના નહીં તૂટે:રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદેનુંમોટું નિવેદન

મહારાષ્ટ્ર સરકાર સંકટ વચ્ચે એકનાથ શિંદેએ 35 ધારાસભ્યો સાથે હોવાનો કર્યો દાવો,

મુંબઈ :મહારાષ્ટ્ર સરકાર સંકટ વચ્ચે એકનાથ શિંદેનું દિવસભરની રાજકિય હલચલ બાદ પ્રથમ વખત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપ્યા છે કે BJP સાથે ગઠબંધન થશે તો શિવસેના નહીં તૂટે, સાથે તેમણે કહ્યું કે શિવસેના છોડવાની પણ મારી કોઈ ઇચ્છા નથી કે CM બનવાનો મારો કોઈ પ્લાન નથી. પણ શિવસેનાએ અઘાડી ગઠબંધન સાથે છેડો ફાડવો પડશે અને ભાજપ સાથે રહી સરકાર બનાવવી પડશે. આગળની રણનિતિ બહુ જલ્દી જાહેર કરશે તેવા વાત કહી તેઓએ દાવો કર્યો કે 35 ધારાસભ્યો તેમની સાથે છે.

મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાતમાં સુરતની મેરેડિયન હોટલમાં આવી ગયા છે. તેની વચ્ચે ઉદ્ધવ ઠાકરે નારાજ શિંદે અને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકર તાબડતોબ સુરત ખાતે મોકલ્યા હતા. બંને નેતાઓ સુરતની હોટલ મેરેડિયન ખાતે એકનાથ શિંદે સાથે લગભગ 1 કલાકથી વધુ સમય બેઠક કરી હતી. જેમાં 3 મોટી શરતો એકનાથ શિંદે અને નારાજ ધારાસભ્યો દ્વારા મૂકવામાં આવી છે.

(12:00 am IST)