Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

NDAના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને Z+ સુરક્ષા મળી

રાયરંગપુર, તા.૨૨: કેન્‍દ્રએ NDAના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને CRPF કમાન્‍ડોની Z+ સુરક્ષા પૂરી પાડી છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે સશષા ટુકડીએ બુધવારે વહેલી સવારે ૬૪ વર્ષીય મુર્મુની સુરક્ષા સંભાળી લીધી. બીજેપી અધ્‍યક્ષ જેપી નડ્ડાએ દિલ્‍હીમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક બાદ સોમવારે રાત્રે એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં ઓડિશા પાર્ટીના નેતા મુર્મુની ઉમેદવારીની જાહેરાત કરી.

(10:31 am IST)