Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

દ્રૌપદી મુર્મુ શિવ મંદિરમાં સાફસફાઈ કરતા દેખાયાઃઆપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

નવી દિલ્‍હી : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ બુધવારે તેના ગૃહ રાજય ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રાયરંગપુર ખાતે શિવ મંદિરમાં સાફસફાઈ કરતા જોવા મળ્‍યા હતા. મુર્મુએ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી અને પછી ફલોર સાફ કર્યો હતો. તેમણે ‘જાહિરા' નામના આદિવાસી પૂજા સ્‍થળની પણ મુલાકાત લીધી હતી.
ઝારખંડના ભૂતપૂર્વ રાજયપાલને ગઇ કાલે સાંજે રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્‍યા હતા. તેણીનો મુકાબલો પૂર્વ કેન્‍દ્રીય મંત્રી યશવંત સિંહા સામે છે, જેઓ ચૂંટણી માટે વિપક્ષના સંયુક્‍ત ઉમેદવાર છે.

 

(4:11 pm IST)