Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ફોલોઅર્સ અને વ્‍યુઝ વધારવા હોય તો ઇન્‍સ્‍ટાગ્રામ પર રેગ્‍યુલર ઇન્‍ટરવલ રીલ્‍સ બનાવોઃ આમ કરવાથી વીડિયો વધુ જોવાશે

ટીકટોક બેન થતા ઇન્‍સ્‍ટાગ્રામમાં રીલ્‍સ બનાવવાનો ક્રેઝ વધતા લોકો વીડિયો બનાવી કેરિયર બનાવી શકે છે

નવી દિલ્‍હીઃ શોર્ટ વીડિયો હવે લોકપ્રિય થતા અને ટિકટોક બેન થતા ઇન્‍સ્‍ટાગ્રામ પર રીલ્‍સ બનાવી તમે ફોલોઅર્સ વયુઝ અને લાઇક વધારી શકો છો. રેગ્‍યુલર ઇન્‍ટરવલ રીલ્‍સ બનાવી આપ કેરિયર પણ બનાવી શકો છો. વીડિયો ક્‍વોલિટી જ નહીં પરંતુ કન્‍ટેન્‍ટ ક્‍વોલિટી જળવાવી જોઇએ.

શોર્ટ વીડિયો હવે ઘણા પોપ્યુલર થઈ ગયા છે. TikTok ના ભારતમાં બેન થયા બાદ Instagram રીલ્સ લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સનો ક્રેઝ ઘણો વધારે છે. ઘણા લોકો તેના પર પોતાનું કરિયર પણ બનાવવા ઇચ્છે છે. આ કારણથી યુઝર્સ ઇચ્છે છે કે તેમના વીડિયો પર વધારે વ્યૂઝ આવે.

જો તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર લાઈક અને વ્યુઝ ઓછી આવી રહી છે તો તમારે કેટલીક ટિપ્સને અપનાવી તને વધારી શકો છો. રીલ્સ પર લાઈક અને વ્યુઝ વધવાથી તમારા ફોલોવર્સ પણ વધશે કેમ કે પસંદ આવતી રીલ્સ ક્રિએટરને યુઝર્સ ફોલો પણ કરવા લાગે છે.

રેગ્યુલર બનાવો ઇન્સ્ટાગ્રામ રીલ્સ

ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર લાઈક અને વ્યુઝ વધારવા માટે જરૂરી છે કે તમારે રેગ્યુલર ઇન્ટરવલ પર રીલ્સ બનાવો. કોઈપણ વસ્તુમાં સફળ થવા માટે રેગ્યુલર થવું ઘણું જરૂરી છે. આ કામ તમારે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ કરવું પડશે. તમારે રેગ્યુલર ઇન્ટરવલ પર વીડિયો બનાવવો પડશે.

ટ્રેન્ડિંગ ટોપિક્સ પર રાખો નજર

જો તમે પણ ઇચ્છો છો કે તમારું કન્ટેન્ટ વાયરલ થાય તેના માટે તમારે ટ્રેન્ડિંગ ટોપિક્સ પર નજર રાખવી પડશે. ટ્રેન્ડિંગ ટોપિક્સથી જોડાયેલી રીલ્સ બનાવવાથી વાયરલ થવાના ચાન્સ વધારે રહે છે. રીલ્સના વાયરલ થવા પર તમારા ફોલોવર્સ ઘણા ઝડપથી વધી જશે.

ક્વોલિટી પર કરો ફોકસ

ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતા સમયે ક્વોન્ટિટીથી વધારે ક્વોલિટી પર ફોકસ કરો. લોકો ક્વોલિટી કન્ટેન્ટને વધારે પસંદ કરે છે. અહીં ક્વોલિટી કન્ટેન્ટનો અર્થ માત્ર વીડિયો ક્વોલિટી જ નહીં પરંતુ કન્ટેન્ટ ક્વોલિટીની પણ વાત થઈ રહી છે.

ફેમસ ઓડિયો ટ્રેક અને સાઉન્ડનો કરો યુઝ

ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતા સમયે જો તમે લેટેસ્ટ અથવા ફેમ્સ ઓડિયો ટ્રેકનો ઉપયોગ કરો છો તો તે કન્ટેન્ટ વાયરલ થઈ શકે છે. આ ઉપરાંત તમારે રીલ્સની સાથે હેશટેગનો યુઝ કરો. તમારે રીલ્સ કેપ્શન પણ ઘણું સારું બનાવવાનું પડશે.

(5:37 pm IST)