Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મિતાલી રાજ બાદ દિગ્ગજ મહિલા ખેલાડી રુમેલી ધરેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

38 વર્ષીય ખેલાડીએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી: તેણે લખ્યું કે તે તેની 23 વર્ષની શાનદાર ક્રિકેટ સફરનો અંત કરી રહી છે.

ભારતની ઝડપી બોલર ઓલરાઉન્ડર રુમેલી ધરે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તમામ ફોર્મેટમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. 38 વર્ષીય ખેલાડીએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે તે તેની 23 વર્ષની શાનદાર ક્રિકેટ સફરનો અંત કરી રહી છે

રુમેલીએ વર્ષ 2003માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચથી ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2005 માં તેણે પ્રથમ ODI મેચ રમી. રુમેલીએ 78 મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીયમાં 961 રન બનાવવા ઉપરાંત 63 વિકેટ લીધી હતી. તેણે તેની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ 2012માં રમી હતી.

  બંગાળ ઉપરાંત રુમેલી ઘરેલુ ટીમો માટે રમતી વખતે 18 T20 મેચોનો પણ ભાગ હતી. તેણે 131 રન બનાવવા ઉપરાંત 13 વિકેટ પણ લીધી હતી. ઈજાના કારણે તેને લાંબા સમય સુધી ટીમની બહાર રહેવું પડ્યું હતું. પરંતુ વર્ષ 2018 માં, તેણે T20 ફોર્મેટ સાથે પુનરાગમન કર્યું

રુમેલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા લખ્યું, ‘મારી ક્રિકેટ કરિયરના 23 વર્ષ, જે પશ્ચિમ બંગાળના શ્યામનગરથી શરૂ થયું હતું તેનો આખરે અંત આવ્યો, કારણ કે મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ યાત્રા ઉતાર-ચઢાવ સાથે ઘણી લાંબી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું, મહિલા ક્રિકેટ ટીમ 2005માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. .

(9:50 pm IST)