Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

૨૪ કલાકમાં ૪૧,૩૮૩ નવા કેસઃ ૫૦૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

કોરોના સંકટ યથાવતઃ સતત બીજા દિવસે ૪૧ હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ

નવી દિલ્હી, તા.૨૨: ભારતમાં કોરોના મહામારીનું સંકટ યથાવત છે. ફરી એક વખત ૪૦ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૩૮૩ નવા કેસ આવ્યા છે અને ૫૦૭ સંક્રમિતાએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા  બુધવારે ૪૨,૦૧૫ નવા મામાલા આવ્યા હતા. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૬૫૨ લોકોએ કોરોનામાંથી સાજા થયા છે. એકિટવ કેસમાં ૨,૨૨૪દ્ગટ વધારો થયો છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ૨૧ જુલાઈ સુધી દેશભપમાં ૪૧ કરોડ ૭૮ લાખ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૨૨ લાખ ૭૭ હજાર ડોઝ અપાયા હતચા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં ૪૫ કરોડ ૯ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૧૭.૧૮ લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ ૩ ટકાથી ઓછો છે.

 

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

કુલ કોરોના કેસ - ત્રણ કરોડ ૧૨ લાખ ૫૭ હજાર ૭૨૦

કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ ૪ લાખ ૨૯ હજાર ૩૩૯ કુલ એકિટવ કેસ - ૪ લાખ ૯ હજાર ૩૯૪ કુલ મોતઃ ૪,૧૮,૯૮૭ એકિટવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે

દેશમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૩૪ ટકા છે. જયારે રિકવરી રેટ ૯૭ ટકાથી વધારે છે. એકિટવ કેસ ૧.૩૦ ટકા છે. કોરોનાના એકિટવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા ક્રમે છે. જયારે અમેરિકા, બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.

(11:07 am IST)