Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાજસ્થાનના બિકાનેરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો : રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા મપાઈ : લોકોમાં ફફડાટ

રાજસ્થાનની ધરતી બે દિવસોમાં બે વાર ધૂંજી છે. રાજસ્થાનાના બીકાનેરમાં એક વાર ફરીથી ભૂકંપના આંચકા અનુભવાય છે. જે પછી ત્યાંના લોકો ડરી ગયા છે. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી મુજબ રાજસ્થાનના બીકાનેરમાં આજે સવારે 7.42 આવ્યુ. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. તેનાથી બુધવારે પણ બીકાનેરનાં જ ભૂકંપના આંચકા અનુભવાયા હાતા. જેની તીવ્રતા આજના કરતા વધારે હતી.

(11:13 am IST)