Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

કસારા ઘાટ પર વરસાદના કારણે ભૂસ્ખલન : મુંબઈનો યુપી-બિહાર અને અન્ય રાજયો સાથે રેલ વ્યવહાર કટ

મુંબઈ,તા. ૨૨ : મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પાછલા થોડા દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે રસ્તાઓ પર વાહન વ્યવ્હારની સાથે જ રેલ યાત્રા પણ પ્રભાવિત થઈ રહી છે. મહારાષ્ટ્રના કસારા દ્યાટમાં પણ ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાની ખબર સામે આવી છે. આ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે મુંબઈના સંપર્ક નાસિક અને યુપી-બિહાર સહિત અમુક રાજયોમાંથી તૂટી ગયા છે. હકીકતે આ રેલ લાઈન દ્વારા ટ્રેન મુંબઈથી યુપી-બિહાર અને અન્ય રાજયોમાં જાય છે.રેલના કોંકણ ખંડની તરફથી જાણકારી આપવામાં આવી છે કે ચિપલુન અને કમાથે રેલવે સ્ટેશનોની વચ્ચે વશિષ્ઠી નદી પર બનેલા પુલ પર ભારે વરસાદના કારણને જળસ્તર વધી ગયું છે. આ રત્નાગિરી સેકશનમાં આવે છે. આ કારણે ખતરાને જોતા આ લાઈન પર યાત્રી ટ્રેનોનું સંચાલન અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવ્યું છે.

ત્યાં જ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. તેનાથી અલગ અલગ રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં યાત્રી પણ ફસાયેલા છે. રેલવે આ બધા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બપોર બાદથી સેવા ફરી શરૂ થઈ શકે છે.

(2:55 pm IST)