Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પરમબીરસિંહ પર મકાનનું ભાડું ન ચૂકવવાનો આરોપ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરનું ટેન્શન વધ્યું

 મુંબઇ : પરમબીરસિંહ પર ઠાણેમાં પોસ્ટિંગ દરમિયાન માલાબારી હિલ્સ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા અને ભાડુ ન ચૂકવવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ પરમબીરસિંહ ૨૦૧૫ પહેલા મુંબઈમાં સ્પેશિયલ રિઝર્વ પોલીસ ફોર્સના એડિશનલ DGP હતા.

 આ દરમિયાન તેમણે માલાબાર હિલ્સમાં નીલિમા એપાર્ટમેન્ટમાં સરકારી મકાન અપાયું હતુ. ત્યાર બાદ ૧૮ માર્ચ ૨૦૧૫ના રોજ તેમની ઠાણેમાં પોસ્ટિંગ થઈ હતી. પોસ્ટિંગ થયાં બાદ પણ તેમણે જુનુ સરકારી મકાન ખાલી કર્યું ન હતુ.

 પોસ્ટિંગ દરમિયાન ૧૭ માર્ચ ૨૦૧૫થી ૨૯ જુલાઈ ૨૦૧૮ સુધી ભાડુ અને રોયલ્ટી મળીને કુલ ૫૪.૧૦ લાખ રૂપિયા થાય છે. તેમાથી પરમબીરસિંહે માત્ર ૨૯ લાખ ૪૩ હજાર રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે હજુ પણ તેમને ૨૪ લાખ ૬૬ હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે. જેને લઈ હવે તેમના પર ભાડુ ન ચૂકવવા મામલે કાર્યવાહી થઈ શકે છે.

 પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટની તેમની અરજીમાં હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં પોતાની ટ્રાન્સફર રદ કરવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે  હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં મારી બદલીનો નિર્ણય ગેરકાયદેસર અને મનમાની છે તેથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. તેમણે કહ્યું કે પોતાના ખોટા કામો છુપાવવા મને બલિનો બકરો બનાવાયો છે. સિંહે તેમની અરજીમાં ઘણા આરોપોના પુરાવા પણ આપ્યાં છે.

(2:59 pm IST)