Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

દિલ્હીઃ જંતર મંતર પર બેઠી કિસાનોની 'સંસદ' બનાવ્યા ૩ સ્પીકર

કૃષિ કાનુન વિરૂધ્ધ જારી કિસાનોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો છેઃ દિલ્હીના જંતર મંતર પર ખેડુત દેખાવકારો દ્વારા કિસાન સંસદની શરૂઆત કરવામાં આવી છે. કિસાન સંગઠનોના જણાવ્યા પ્રમાણે જયાં સુધી સંસદ ચોમાસુ સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી રોજ અહીં કિસાન સંસદ લગાવવામાં આવશે. આજે બસો ભરી ભરીને ખેડુતો જંતર મંતર પહોંચ્યા હતા. સવારે ૧૧ થી પ સુધી ખેડુતો દેખાવો કરશેે. કિસાન નેતાના જણાવ્યા પ્રમાણે કિસાન સંસદમાં ત્રણ સ્પીકર, ત્રણ ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા છે. દરેકને ૯૦ મીનીટનો સમય મળ્યો છે.

(3:05 pm IST)