Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાજ કુન્દ્રા કેસઃ ઓડિશન દરમિયાન મોડલ્સને કપડાં કાઢવા કહેવાતું: નશાવાળા ડ્રિંક પીવડાવી બનાવતા પોર્ન ફિલ્મ

રાજ કુન્દ્રાની ટીમ સ્ટ્રગલિંગ એકટ્રેસને કોન્ટ્રાકટની જાળમાં ફસાવી તેમની પાસે આવા કામ કરાવતી હતી

મુંબઇ, તા.૨૨: રાજ કુંદ્રાની ધરપકડ બાદ એક પછી એક બાદ એક ઘણાં ચોકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં એ વાત સામે આવી કે કુંદ્રાની ધરપકડ કરતા પહેલાં ક્રાઇમ બ્રાંચની ટીમે પાંચ મહિના સુધી બારીકાઈથી નાનામાં નાની વાતની તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ આ મામલે પોર્ન ફિલ્મો બનાવનારાનાં માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માંગતી હતી આ દરમિયાન રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, રાજ કુન્દ્રાની ટીમ સ્ટ્રગલિંગ એકટ્રેસને કોન્ટ્રાકટની જાળમાં ફસાવી તેમની પાસે આવા કામ કરતાવતી હતી. કુન્દ્રા વિરુદ્ઘ ૪ ફેબ્રુઆરી ૨૦૨૧નાં રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસ પાસે માત્ર એક જ એકટ્રેસનું નિવેદન હતું. અને કુન્દ્રા વિરુદ્ઘ કોઇ જ નક્કર પૂરાવા ન હતાં. તેથી પોલીસે તેની ધરપકડ માટે સમય લીધો હતો

 અત્યાર સુધીમાં રાજની કંપની વિરુદ્ઘ ૫ જ્ત્ય્ દાખલ થઇ- આ કેસમાં કુંદ્રાની કંપનીનાં ભારતનાં હેડ ઉમેશ કામતનું કનેકશન સામે આવ્યું હતું. આ વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ ક્રાઇમ બ્રાંચે પોર્ન ફિલ્મનો પહેલો કેસ કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસ સામે એક ફરિયાદ આવી હતી. તેમજ લોનાવલા પોલીસ સ્ટેશનમાં તથા માલવણી પોલીસ સ્ટેશનમાં બે કેસ કરવામાં આવ્યા હતા.  ૨૦ હજારમાં ભાડે લીધો હતો બંગલો- તપાસમાં એ વાત પણ સામે આવી કે જે બંગલામાં મુંબઈ પોલીસે દરોડા પાડ્યા હતા એ બંગલો રાજ કુંદ્રાની ટીમે રોજના ૨૦ હજાર રૂપિયાના ભાડેથી લીધો હતો. માલિકે પોલીસને એમ પણ કહ્યું હતું કે ભોજપુરી તથા મરાઠી ફિલ્મના શૂટિંગ માટે આ બંગલો ભાડે લેવામાં આવ્યો હતો. શૂટિંગ દરમિયાન બંગલાના માલિક તથા અન્ય કર્મચારીઓને બંગલામાં રહેવા દેવામાં આવતા નહીં. શૂટિંગ શરૂ થાય એ પહેલાં બંગલાને ચારેબાજુ વાદળી રંગના પડદાથી કવર કરવામાં આવતો હતો અને અંદર સેટ બનાવવામાં આવતો હતો  ૨૦-૨૫ વર્ષનાં સ્ટ્રગલિંગ એકટર્સને એક દિવસનાં ૩૦-૫૦ હજાર આપવામાં આવતા- પાંચ મહિનાની તપાસમાં એ વાત સામે આવી હતી કે પોર્ન ફિલ્મ રેકેટનો માસ્ટરમાઇન્ડ રાજ કુંદ્રા જ છે. કુંદ્રાની ધરપકડ થતાં એ વાત સામે આવી ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે એક પ્રોડકશન હાઉસ ખોલવામાં આવ્યું હતું અને એમાં પોર્ન ફિલ્મ રેકેટ ચાલતું હતું. આ ફિલ્મમાં મોટા ભાગે યુવતીઓ તથા યુવકો સ્ટ્રગલિંગ એકટ્રેસ તથા એકટર રહેતાં હતાં. આ તમામની ઉંમર ૨૦-૨૫ વર્ષની આસપાસ રહેતી. શૂટિંગ પહેલાં આ કોન્ટ્રેકટ સાઇન કરાવવામાં આવતો જેમાં એક પોઇન્ટ એવો હતો કે જો કોઇ એકટર પોતાની મરજીથી ફિલ્મ છોડે તો તેનાં વિરુદ્ઘ કેસ કરવામાં આવશે. પોલીસના મતે એક કલાકારને દિવસના ૩૦-૫૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

 ઓડિશન દરમિયાન કપડાં ઉતારવાનું કહેવામાં આવતું -સોર્સીસ મુજબ, મુંબઈ પોલીસને એક સ્ટ્રગલિંગ મોડલે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં મોટે ભાગે મુંબઈ બહારની યુવતીઓ કામ કરતી હતી. સિલેકશન પહેલાં તમામના પ્રોફાઇલ શૂટ કરવામાં આવતા અને અનેક વાર કેમેરાની સામે કપડાં ઉતારવાનું પણ કહેવામાં આવતું. આ પ્રોફાઇલ સિલેકશન ટીમને મોકલવામાં આવતી હતી. પસંદ થયા બાદ એકટ્રેસને અલગ અલગ જગ્યાએ શૂટિંગ માટે બોલાવવામાં આવતી. આ માટે ખાસ સેટઅપ તૈયાર કરવામાં આવતું. સેટ પર મોટા ભાગની મહિલા કેમેરામેન તથા મહિલા પ્રોડ્યુસર જ રહેતી. શરૂઆતમાં થોડા દિવસ નોર્મલ શૂટિંગ કરવામાં આવતું અને પછી બોલ્ડ સીન માટે દબાણ કરવામાં આવતું.  નશાવાળી ડ્રિંક પીવડાવી શૂટિંગ થતું- જો કોઈ યુવતી બોલ્ડ સીન કરવાની ના પાડતી તો તેને કોન્ટ્રેકટની વાત કરી જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવતી. કોન્ટ્રેકટમાં એવો પોઇન્ટ હતો કે જો કોઇ એકટર કે એકટ્રેસ શૂટિંગ અધવચ્ચે છોડે તો તેને શૂટિંગના નુકસાન વળતર ચુકવવાનું રહેશે. તેને જેલ પણ થઇ શકે છે.. એક મોડલે પોલીસને કહ્યું હતું કે તેના કલોઝમાં એવું હતું કે શૂટિંગ દરમિયાન તે કોઈ નિયમ ના માને તો તેણે ૧૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે.. ફરિયાદમાં અન્ય એક મોડલે પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે શૂટિંગનો વિરોધ કર્યો તો પહેલા તેને ધમકાવવામાં આવી હતી અને પછી નશાયુકત કોલ્ડ ડ્રિંક પીવડાવીને જબરદસ્તી ફિલ્મનું શૂટિંગ કરાવ્યું હતું. મોડલને એક મહિના પછી ખબર પડી કે તેની પોર્ન ફિલ્મ બનાવવામાં આવી છે.

(3:52 pm IST)