Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વુહાન લેબની તપાસ કરવા માંગતુ હતું WHO:ચીને ઇન્કાર કરતા કહ્યું- કોમન સેન્સ વિરૂદ્ધ અને વિજ્ઞાનનું અપમાન

ચીને કહ્યું--WHO ચીની એક્સપર્ટની સલાહ પર કોરોનાની ઉત્પતિની શોધ વૈજ્ઞાનિક આધાર પર લગાવશે, ના કે કોઇ રાજકીય દબાણમાં આવીને તપાસ કરશે

નવી દિલ્હી : તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોનાની ઉત્પતિ માટે ચીન અને વુહાન લેબની પરી તપાસ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને ચીને ફગાવી દીધો છે. ચીનના નેશનલ હેલ્થ કમીશન (NHC)ના વાઇસ મિનિસ્ટર જેંગ યિક્સિને સ્પષ્ટ કહ્યુ કે WHOના આ પ્લાનનું પાલન નહી કરે.

તેમણે કહ્યુ કે તે હેરાન છે કે WHO ફરી વુહાન લેબની તપાસ કરવાનું પ્લાન કરી રહ્યુ છે, તેમણે કહ્યુ કે લેબ લીક થિયરી એક એવી અફવા છે જે કોમન સેન્સ વિરૂદ્ધ છે અને આ વિજ્ઞાનનું અપમાન છે.

જેંગે કહ્યુ કે, કોરોના વાયરસ વિશ્વના કેટલાક દેશમાં ફેલાઇ ચુક્યા હતા અને ડિસેમ્બર 2019માં જ્યારે વુહાનમાં આ ફેલાયો તો ચીને સૌથી પહેલા તેની જાણકારી આપી હતી, તેમણે કહ્યુ કે જ્યારે WHOની ટીમ અહી આવી હતી તો ચીને તેમણે દરેક તે જગ્યાએ જવા દીધા જ્યા તે જવા માંગતા હતા, તે લોકોને મળવા દીધા જેને તે મળવા માંગતા હતા.
વધુમાં તેમણે કહ્યુ, અમને આશા છે કે WHO ચીની એક્સપર્ટની સલાહ પર કોરોનાની ઉત્પતિની શોધ વૈજ્ઞાનિક આધાર પર લગાવશે, ના કે કોઇ રાજકીય દબાણમાં આવીને તપાસ કરશે, તેમણે તે રિપોર્ટને પણ ફગાવી દીધો જેમાં અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (WIV)ના ત્રણ કર્મચારીઓ પાસેથી વાયરસ લીક થયો હતો, તેમણે દાવો કર્યો કે લેબમાં કોઇ વાયરસ બનાવવામાં આવ્યો નથી અને ના તો આવા કોઇ વાયરસ પર કોઇ રિસર્ચ કરવામાં આવી છે.

(7:13 pm IST)