Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જાસુસી મુદ્દે એમનેસ્ટીની સ્પષ્ટતા : પેગાસસ સ્પાયવેરથી ટાર્ગેટ લિસ્ટ પર કહ્યું- 'સંભવિત' ટાર્ગેટ હોઈ શકતા હતા

સંપૂર્ણ યાદીમાં અમુક જ એવા લોકો હતા જેમના પર નજર રાખવામાં આવી હતી, જોકે બાકીનાઓ માટે આ કન્ફર્મ ન કરી શકાય.

નવી દિલ્હી :  પેગાસસ જાસુસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હ્યુમન રાઈટ્સ ગ્રુપ એમનેસ્ટી ઈન્ટરનેશનલની સ્પષ્ટતા સામે આવી છે. એમનેસ્ટી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કદી એવું નથી કહ્યું કે, તાજેતરમાં જાહેર કરવામાં આવેલી યાદીને એનએસઓ ગ્રુપના પેગાસસ સ્પાયવેરથી ટાર્ગેટ કરવામાં આવી હતી.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે, જે યાદી સામે આવી છે તે ટાર્ગેટ નહોતા પણ સંભવિત ટાર્ગેટ હોઈ શકતા હતા.

કંપનીના કહેવા પ્રમાણે 'એમનેસ્ટી દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે યાદી સામે આવી છે તે સંભવિત ટાર્ગેટ હોઈ શકતા હતા.

મતલબ તે એ છે જેના પર એનએસઓ ગ્રુપના સોફ્ટવેરનો ઉપયોગ થઈ શકે છે.' એમનેસ્ટીના કહેવા પ્રમાણે સંપૂર્ણ યાદીમાં અમુક જ એવા લોકો હતા જેમના પર નજર રાખવામાં આવી હતી, જોકે બાકીનાઓ માટે આ કન્ફર્મ ન કરી શકાય

(11:17 pm IST)