Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દેશના નવા એર માર્શલ બનશે વી.આર.ચૌધરી: હાલ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યરત

વર્તમાન ચીફ માર્શલ આર.કે ભદૌરિયા આગામી 30 સપ્ટેમ્બર 2021ના રોજ સેવા નિવૃત્ત થશે.

 

નવી દિલ્હી : વી.આર.ચૌધરી નવા એર માર્શલ બનશે હાલ તેઓ વાયુસેનાના વાઈઝ ચીફ પ્રમુખ છે. નોંધનીય છે કે, વર્તમાન ચીફ માર્શલ આર.કે ભદૌરિયા આગામી 30 સપ્ટેમ્બર 2021ના રોજ સેવા નિવૃત્ત થશે.

એર માર્શન વિવેક ચૌધરીને સૈન્ય પુરસ્કાર 'અતિ વિશિષ્ઠ સેવા મેડલ'આપીને સન્માનિક કરવામાં આવી ચૂક્યા છે. આ પુરસ્કાર ઉત્તમ યુદ્ધ સેવા મેડલની સમકક્ષ માનવામાં આવે છે. વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ તરીકે એર માર્શલ વિવેક ચૌધરીની પોસ્ટિંગ એવા સમય પર થઈ હતી, જ્યારે પૂર્વીય લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ (LAC)પર ભારત અને ચીનની સરહદો વચ્ચે ખૂબ વિવાદ વધી ગયો હતો. સાથે જ પાકિસ્તાન સતત બોર્ડર પર પોતાની નાપાક હરકત કરી રહ્યું હતું.

   એર માર્શલ વિવેક રામ ચૌધરીને એર માર્શલ હરજીત સિંહ અરોરાની જગ્યાએ આ વર્ષે જૂનમાં ભારતીય વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેમણે IAF ના વેસ્ટર્ન એર કમાન્ડ (WAC) ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી, જે સંવેદનશીલ લદાખ ક્ષેત્ર તેમજ ઉત્તર ભારતના અન્ય વિવિધ ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની દેખરેખ રાખે છે

નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ ચૌધરીને 29 ડિસેમ્બર 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાયક પ્રવાહમાં સામેલ કરવામાં આવ્યા હતા. 38 વર્ષની લાંબી પ્રતિષ્ઠિત કારકિર્દીમાં અધિકારીએ IAF માં વિવિધ પ્રકારના ફાઇટર અને ટ્રેનર વિમાનો ઉડાવ્યા છે. તેમની પાસે મિગ -21, મિગ -23 એમએફ, મિગ 29 અને સુખોઇ -30 એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટ પર ઓપરેશનલ ફ્લાઇટ સહિત 3,800 કલાકનો ઉડાનનો અનુભવ છે. એર માર્શલ ચૌધરીએ ઘણા મહત્વના હોદ્દાઓ પર સેવા આપી છે. તે ફ્રન્ટલાઈન ફાઈટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર હતા અને ફ્રન્ટલાઈન ફાઈટર બેઝની કમાન પણ સંભાળી હતી.

 

(8:59 pm IST)