Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આલીયા ભટ્ટની જાહેરાતે સોશ્યલ મીડિયામાં હંગામો મચાવ્યો : હવે કંગનાએ લગાવી ફટકાર : ' દાન 'નો મહિમા સમજાવ્યો

સમાજ ત્યાગની પ્રવૃત્તિની આ સંકલ્પનાને જેવી રીતે જુએ છે, તેનાથી તેના કેન્દ્રમાં માન્યતાઓની ખબર પડે છે.

 

મુંબઈ : અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં એક ફેશન બ્રાન્ડ માટે જાહેરાત કરી હતી. આલિયા ભટ્ટની આ જાહેરાત સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચાવી રહી છે. જ્યારે કેટલાક લોકો આ જાહેરાતના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેના પર ગુસ્સે થઈ રહ્યા છે.

હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને તેને ખોટી ગણાવી છે. તાજેતરમાં આલિયા મોહે ફેશન બ્રાન્ડ માટે લગ્નની જાહેરાત શૂટ કરી હતી. આ જાહેરાતમાં અભિનેત્રી કન્યાદાન પરંપરાને બદલવાની વાત કરતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે હવે કંગના રનૌતે પણ આ જાહેરાત જોઈ છે અને પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર જાહેરખબરને ધર્મ અને લોકોની ભાવનાઓ સાથે રમત ગણાવીને અભિનેત્રીએ તમામ બ્રાન્ડ્સને અપીલ કરી છે કે તેઓ માલ વેચવા માટે ધર્મ, લઘુમતી, બહુમતી રાજકારણનો ઉપયોગ ન કરે. કંગનાએ આલિયાને આ પોસ્ટમાં ટેગ પણ કરી છે.

 એક લાંબી પોસ્ટ લખીને કંગનાએ કહ્યું છે કે આપણે બધા ટીવી પર જોઈએ છીએ કે જ્યારે કોઈ સૈનિક સરહદ પર શહીદ થાય છે ત્યારે તેના પિતા ગર્જના કરે છે અને કહે છે કે કોઈ વાત નથી, મારે હજુ પણ એક પુત્ર  છે. હું તે ધરતી માં માટે તેને પણ દાન કરી દઈશ. દીકરીનું દાન હોય કે પુત્રનું દાન, સમાજ ત્યાગની પ્રવૃત્તિની આ સંકલ્પનાને જેવી રીતે જુએ છે, તેનાથી તેના કેન્દ્રમાં માન્યતાઓની ખબર પડે છે.

કંગનાએ આ જાહેરાતથી સ્પષ્ટ કર્યું છે કે દેશમાં જે જવાન શહીદ થાય છે તેમના પરિવારના સભ્યો પણ તેમને દેશ માટે પાતાના પુત્રને દાન કરે છે. કંગનાએ પણ પોતાની કમેન્ટ સાથે દરેકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. અભિનેત્રીની આ પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 આલિયા ભટ્ટની આ જાહેરાતમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી મંડપમાં દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. આ પછી તે કહે છે કે પરિવારનો દરેક સભ્ય તેને કેટલો પ્રેમ કરે છે. પપ્પા તેને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ પપ્પા એવું નથી કહેતા કે તે પરાયા ધન નથી. આલિયા લગ્નમાં થતા કન્યાદાન પર વાત કરતા કહે છે કે છોકરીઓને પરાયા ધન કહેવામાં આવે છે. તે કહે છે કે છોકરીઓ દાન કરવાની કોઈ વસ્તુ છે. કેમ માત્ર કન્યાદાન, નવો વિચાર કન્યામન.

(9:24 pm IST)